અમદાવાદ : શીલજ સર્કલથી શાંતિપુરા સર્કલ તરફ જતા વકીલ સાહેબ બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરથી 50 વર્ષીય પુરુષનું મોત નીપજ્યું હતું. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ મૃતક કોણ છે તેની ઓળખ કરવા પણ તપાસ શરૂ કરાઈ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ મોહનભાઈને સોમવારે કંટ્રોલ તરફથી મેસેજ મળ્યો હતો કે, એસજી હાઇવે વકીલ સાહેબ બ્રિજ પર અકસ્માત થયો છે, જેના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, 50 વર્ષીય અજાણ્યો પુરુષ શીલજ સર્કલથી શાંતિપુરા સર્કલ તરફ જતા વકીલ સાહેબ બ્રિજ પરથી ચાલતો પસાર થઈ રહ્યો હતો તે સમયે કારે તેમને ટક્કર મારી હતી, જેથી હવામાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું મોત નીપજ્યું હતું.
આ અકસ્માત અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા અજાણ્યા વાહન વાહનચાલક સામે ગુનો નોંધ્યો છે, તો બીજી તરફ મૃતક કોણ છે તેની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.