અમદાવાદ : અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે વાહન ચલાવવા બાબતે બોલાચાલી થતાં MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી દેવામાં આવી હતી. આ વિદ્યાર્થીનો હત્યારો વીરેન્દ્રસિંહ પઢિયાર ઝડપાઈ ગયો છે. વીરેન્દ્ર સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે.વિરેન્દ્ર પઢેરિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોલીસકર્મી સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે હત્યાનો બનાવ સામે આવ્યો હતો. કાર ચાલક સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો ત્યારે 2 વિદ્યાર્થીઓએ કાર સ્પીડમાં ન ચલાવવા ટકોર કરી ત્યારે કાર ચાલકે છરી વડે હુમલો કરી હત્યા કરી દેતા ચકચાર મચી હતી.બોપલમાં રવિવારે રાત્રે સામાન્ય બાબતે એક વિદ્યાર્થીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.MICA માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી બુલેટ લઈને જઈ રહ્યા હતા તે સમયે બાઈક ક્રોસ કરવા જઈ રહ્યા હતા ત્યારે ગાડી નજીક આવી ગઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે તકરાર થઈ હતી. મહત્વનું છે કે, મામલો પતી ગયા છતાં કાર ચાલકે બાઈકનો પીછો કર્યો હતો અને કાર ચાલકે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો.આથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. છરાથી હુમલો કર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે, મૃતક પિયાંશુ મૂળ UP મેરઠનો છે. MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પિયાંશુ પોતાના મિત્ર સાથે સ્વીટની દુકાન જઈને પરત આવી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો છે. પિયાંશુને મદદ કરવા એક મહિલા આવી હતી અને ઈજાગ્રસ્ત હાલતમાં પિયાંશુને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ સવાર સુધીમાં તેનું મોત થયું હતું.