અમદાવાદ: અમદાવાદીઓ હવે વિદેશ કે ગોવાની જેમ પાણીની વચ્ચે રિવર ક્રૂઝમાં બેસીને ભોજનનો આનંદ માણી શકશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટને તંત્રની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આમ અમદાવાદની ઓળખમાં અક્ષર રિવર ક્રુઝ બાદ ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટનો ઉમેરો થશે. આ રિવર ક્રૂઝની વિશેષતાની વાત કરીએ તો તેમાં 265 વ્યક્તિ બેસી શકશે અને આ ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ 45 મીટર લાંબી હશે. સાથે જ ગર્વની બાબત એ છે કે ભારતનું પ્રથમ ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ હશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રિવરફ્રન્ટ પર સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો પ્રારંભ થઇ શકે છે. જેમાં લોકો મ્યુઝિક સહિત અનેક પ્રકારની સુવિધાઓ માણી શકશે. જેમાં લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે. આ પ્રોજેક્ટના સમગ્ર વિકાસના લીધે નદી આરામ અને મનોરંજન માટેનું શ્રેષ્ઠ સ્થાન બની છે.અમદાવાદ શહેરને ભારતની સૌથી પહેલી ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટની ભેટ મળશે. જે રિવરફ્રન્ટના સૌંદર્યને વધારશે. આ ફ્લોટિંગ બેન્કવેન્ટ વિથ રેસ્ટોરન્ટ 265 લોકોની ક્ષમતા વાળું હશે.
સાબરમતી નદીમાં જોવા મળનાર આ તરતી ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટમાં એક સાથે 265 જેટલા લોકો એકસાથે બેસી શકશે. તેની લંબાઈ 49 મીટર અને 12 મીટર પહોળી હશે. જેમાં લગભગ 265 લોકોનો સમાવેશ કરી શકાશે.ફ્લોટિંગ રેસ્ટોરન્ટની જેમ ફ્લોટિંગ બેન્કવેટ વિથ રેસ્ટોરન્ટ પણ અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ. તેનું સંચાલન કરશે.