અમદાવાદ : તાજેતરમાં અમદાવાદ શહેરમાં આવેલા ગાંધીગ્રામ સ્ટેશન પર ટ્રેન ઊપડી ગયા બાદ પરિવારના સભ્યો રહી જતા મહિલા ચાલુ ટ્રેનમાંથી કૂદી પડી હતી. જોકે સ્ટેશન પર ફરજ દરમિયાન હાજર RPF કોન્સ્ટેબલનું ધ્યાન પડતાં તેણે મહિલાને બચાવી લીધી હતી,જેમાં કોન્સ્ટેબલને પણ નજીવી ઇજા થઈ હતી.રેલવે દ્વારા ટ્રેનને રોકી પરિવારને ટ્રેનમાં બેસાડવામાં આવ્યો હતો.
भावनगर मंडल के गांधीग्राम स्टेशन पर चलती ट्रेन से कूदी महिला को कांस्टेबल ने बचाया, प्लेटफार्म पर छूट गए थे परिवार वाले।
भावनगर मंडल सभी यात्रियों से अनुरोध करता है की कोई भी यात्री चलती ट्रेन में चढ़ने अथवा चलती ट्रेन से उतरने की कोशिश ना करें।
जीवन अनमोल है, जीवन रक्षा… pic.twitter.com/WHuT8VW9uF
— DRM Bhavnagar (@DRM_BVP) November 24, 2024
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત શનિવારે રાતે 8.20 વાગ્યે ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ-ઓખા સાપ્તાહિક ટ્રેન ઊપડી હતી, તે જ સમયે એક પરિવારના સભ્યો આવ્યા હતા અને ટ્રેનમાં ચઢવાની કોશિશ કરી હતી. આ સમયે ટ્રેન ધીમી ગતિએ ચાલુ હોવાથી મહિલા ટ્રેનમાં ચઢી ગઈ હતી જ્યારે પરિવારના બાકીના સભ્યો ટ્રેનમાં ચઢી શક્યા ન હતા. આથી ટ્રેનમાં ચઢી ગયેલી મહિલા ડરી ગઈ હતી અને તેને લાગ્યું કે, તે પરિવારથી છૂટી પડી ગઈ છે, તેથી તેણે ચીસો પાડવાનું શરૂ કર્યું હતું અને ટ્રેનમાંથી કૂદવાનો પ્રયાસ કર્યો. આ સમયે ત્યાં ફરજ પર હાજર RPF કોન્સ્ટેબલ વિકાસ કુમારે આ ટ્રેનમાંથી કૂદી રહેલી મહિલાને પકડી લીધી હતી અને તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ ટ્રેનને અટકાવાતા કોન્સ્ટેબલ વિકાસ કુમારે પરિવારના સભ્યોને તે જ ટ્રેનમાં ચઢી જવા સૂચના આપતા તમામ ટ્રેનમાં બેસી ગયા હતા.
પરિવારના તમામ સભ્યો અને મહિલાએ RPF કોન્સ્ટેબલ વિકાસ કુમારનો હર્દયપૂર્વકનો આભાર માન્યો હતો.જયારે ટ્રેનને સંપૂર્ણપણે રોકવામાં આવી ત્યારે કોન્સ્ટેબલ વિકાસ કુમાર દ્વારા પરિવારને ટ્રેનમાં બેસાડવામાં આવ્યો હતો.મિશન જીવન રક્ષા હેઠળ કોન્સ્ટેબલ વિકાસ કુમાર દ્વારા કરાયેલ કરવામાં આવેલ કાર્ય સરાહનીય છે.માહિતિ મળતા રેલવે DRM દ્વારા કોન્સ્ટેબલ વિકાસ કુમારની કામગીરીની પ્રસંશા કરવામાં આવી હતી.