અમદાવાદ : અમદાવાદના બોપલ આંબલી વિસ્તારમાં એક બેફામ કાર ચલાવનાર રિપલ પંચાલને જામીન મળી ગયા છે. ઘટનાના 24 કલાકમાં આરોપી રિપલ પંચાલને જામીન પર મુક્ત કરાયો છે. જાણકારી મુજબ અકસ્માત બાદ આરોપી રિપલ પંચાલને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે રિમાન્ડની માગ ન કરતા 15 હજારના શરતી જામીન પર રિપલ પંચાલને મુક્ત કરાયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોમવારે સવારે અમદાવાદના આંબલી-બોપલ રોડ પર ઓડી કારના ચાલક રિપલ પંચાલે નશાની હાલતમાં બેફામ કાર ચલાવીને ચારથી પાંચ વાહનોને અડફેટે લીધાં હોવાની ઘટના સામે આવી હતી. રિપલ પંચાલે પીક અવર્સમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે લોકોના જીવ તાલાવે ચોંટી ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીએ આ મામલે એક વિડીયો પણ બનાવ્યો હતો. આ ઘટના સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી.
સોમવારે સવારે 9 વાગ્યાની આસપાસ રીપલ પંચાલે આ અકસ્માત સર્જ્યો હતો. ધન્નાસેઠનો પાવર જુઓ મીડિયાને કહ્યું મારો વકીલ જવાબ આપશે. દારૂડિયા રિપલની અકડ જોવા જેવી હતી. તેણે ખુલ્લમખુલ્લા કહ્યું હતું કે, મને અફસોસ નથી. નશો કરવાની મારી પાસે પરવાનગી છે. હું નોર્મલ છું, કોઈની જોડે અકસ્માત નહીં થયો. સ્થાનિકોએ રીપલને એટલો માર માર્યો હતો કે, તેના કપડા પણ ફાટી ગયા હતા.