અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. સુભાષબ્રિજ સર્કલ પાસે આવેલા ટી.પી. રોડને ખોલવાની અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ગત શુક્રવારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. સુભાષબ્રિજ સર્કલની સામે ગેરકાયદેસર રીતે દુકાનો અને પાનના ગલ્લા તેમજ ચાની દુકાનો સહિત 25થી વધુ દબાણો ઊભા કરી દેવાયા હતા. જેને તોડી પાડવામાં આવ્યા છે. છેલ્લા 5 વર્ષથી આ દબાણો દૂર કરવાની અને રોડ ખોલવાની કામગીરીના પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. પોલીસ દ્વારા બંદોબસ્ત મળતા મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શુક્રવારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સુભાષ બ્રિજ સર્કલ પાસે આવેલ મેટ્રોપિલરની નીચે અનેક દબાણો થઈ ગયા હતા. પાનના ગલ્લા સહિત નાના-મોટા કાચા પાકા શેડ અને બેથી ત્રણ ગેરકાયદેસર દુકાનો આવેલી હતી. જેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ટી.પી. રોડમાં ગેરકાયદેસર રીતે દબાણો કરી દેવામાં આવ્યા હતા. વર્ષોથી આ જગ્યા ઉપર દબાણો કરવામાં આવ્યા હતા. મેટ્રો પિલરની નીચેની જગ્યામાં એક રોડ સુધી દબાણ વધતાં જેના કારણે ત્યાં વાહનો રોડ ઉપર પાર્ક થતા હતા અને ટ્રાફિકની સમસ્યા થતી હતી.
પશ્ચિમ ઝોનના અલગ-અલગ વોર્ડના એસ્ટેટ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર સહિતની ટીમો ત્રણથી ચાર જેસીબી મશીન, કટર મશીન, હાઇડ્રોલિક ક્રેન સહિતના મશીનો અને મજૂરોની મદદથી આજે ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ દબાણો દૂર થયા બાદ ત્યાં તાત્કાલિક ધોરણે રોડ બનાવવાની કાર્યવાહી પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા કરવામાં આવે જેના કારણે આ રોડ ઉપર થતા ટ્રાફિકની સમસ્યા ઝડપી દૂર થશે
ક્યાં-ક્યાં દબાણો દૂર કરાશે?
હરિ ૐ પાન પાર્લર એન્ડ કેફે
મહાકાલ પાન પાર્લર
જોકર ગાંઠિયા એન્ડ દ્વારકાધીશ ટી સ્ટોલ
મા પાન પાર્લર
મહાકાળી પરોઠા હાઉસ
N K ટ્રાવેલ્સ
D MALL ફેશન શો દુકાન
R K kalyan ફેશન
પટેલ ભજીયા હાઉસ & નાસ્તા હાઉસ
માજીસા રેસ્ટોરન્ટ
આઇકોનીક પાન પાર્લર
વિષ્ણુ મટકા એન્ડ પોર્ટ હાઉસ
ગણેશ માટીની મૂર્તિ