25.9 C
Gujarat
Monday, December 23, 2024

SG હાઈવે પર બે સાયક્લિસ્ટ તબીબને ટક્કર મારીને ભાગી જનારો પકડાયો

Share

અમદાવાદ : તાજેતરમાં સોલા બ્રિજ પર સાયક્લિસ્ટોની રેલીમાં બે સાયકલ સવારોને ટક્કર મારીને અકસ્માત સર્જવાની ઘટનામાં અદમવાદા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સમગ્ર ઘટના બાદ એક અઠવાડિયાથી આરોપીને શોધવાની પોલીસની મહેનત રંગ લાવી છે. પોલીસે ફરાર કાર ચાલક 29 વર્ષીય યુવકની આખરે ધરપકડ કરી લીધી છે. છારોડી ખાતે રહેતા પરમ ઉદયકુમાર વોરાની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તારીખ 23 નવેમ્બરના રોજ અમદાવાદ ગુજરાત હાઇકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર ઉપર તાજેતરમાં એક કારચાલકે વહેલી સવારે સાઇક્લિંગ માટે નીકળેલાં લોકોને અડફેટે લીધાં હતાં, જેમાં ડોક્ટર પણ સામેલ હતાં. ત્યારે લોકોમાં હવે જાગૃતિ લાવવા વિવિધ સાઇક્લિંગ ગ્રુપ દ્વારા અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સવારે 6.30 કલાકે ગોટીલા ગાર્ડનથી નીકળી હતી, જે વૈષ્ણોદેવી સર્કલથી યુ ટર્ન મારીને પકવાન ચાર રસ્તા પાસે સમાપ્ત થઈ હતી.આ રેલીમાં 200 કરતાં પણ વધુ અલગ અલગ ગ્રુપના સાઇક્લિસ્ટ્સ જોડાયા હતા. આ દરમિયાન સાઇક્લિસ્ટ સ્લોગન અને બેનર સાથે લોકોને જાગ્રત કરવા પ્રયત્ન કર્યો હતો.જેમાં સાયકલિંગ કરતા તબીબ મિત્રોને એક એસયુવી કારે જોરદાર ટક્કર મારી હતી, અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ટક્કરમાં બે સાયકલ સવાર ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે અમદાવાદ પોલીસ અકસ્માત બાદથી કારચાલકની શોધ કરી રહી હતી, આખરે પોલીસને સફળતા મળી.

ટેક્નિકલ સર્વેલન્સ અને 100 થી વધુ CCTV ફુટેજની ઝીણવટભરી તપાસ બાદ અકસ્માત કરનાર યુવક ઝડપાયો છે. પોલીસ તપાસમાં યુવક નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. બનાવ પહેલા પરમ અને તેના અન્ય મિત્રોએ વસ્ત્રાપુરની સોસાયટીમાં દારૂની પાર્ટી કરી હતી. વહેલી સવારે તમામ મિત્રો સોસાયટીમાંથી નીકળતા CCTV માં નજરે પડ્યા હતા.

અકસ્માત કરનાર ગાડીના અધૂરા નંબર, મોબાઈલ લોકેશન અને CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીની ખરાઈ કરી છે. સીસીટીવીમાં તે દારૂ પીને લથડિયા ખાતા બહાર નીકળતો દેખાયો હતો. એટલું જ નહિ, આ આરોપીને કોઈ શરમ ન હતી. અકસ્માતમાં ડેમેજ થયેલી કારને ગેરેજમાં રીપેરિંગ માટે આપી આરોપી ઉદેપુર જતો રહ્યો હતો. આરોપીના પોતાના નામે વૈભવી કાર નોંધાયેલી છે. તે મેડિકલ ઈકવીપમેન્ટ બનવવાનો બિઝનેસ કરે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles