અમદાવાદ : અમદાવાદમાં ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શૉને નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં નગરજનો ઉમટતાં હોય છે. આ વખતે ફ્લાવર શૉમાં વિવિધ સ્કલ્પચર માટે રૂપિયા 15 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગત વર્ષે સમગ્ર ફ્લવાર શૉ દરમિયાન રૂપિયા 11 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દર વર્ષે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીમાંમાં સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ડિસેમ્બરના અંતમાં ફ્લાવર શો કરવામાં આવશે, દર વર્ષે 10થી 12 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ, આ વર્ષના ફ્લાવર શૉનો ખર્ચ 5 થી 6 કરોડ વધી જશે. આ વર્ષે વિવિધ સ્કલ્પચર બનાવવા માટે જ 10 કરોડ રૂપિયા ખર્ચ થઈ જશે. આ બધાની વચ્ચે ફ્લાવર શૉ કઈ તારીખથી શરૂ થશે તેને લઈ તંત્ર દ્વારા તારીખ નથી જાહેર કરવામાં આવી. પરંતુ આ વખતે ઓછામાં ઓછો 15 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.
આ વર્ષે એન્ટ્રેન્સ એલિફન્ટ, હલ્ક, ડોરેમાન, સ્પોન્જ બોબ, કુંગફૂં પાન્ડા, ફાઈટિંગ બહુલ, સિંહ-વાઘ, મેરમેઇડ હોર્નબીલ, ગાંધીજીના 3 વાંદરા, ઓલ્મિપિક રિંગ, એક પેડ માં કે નામ, એન્ટ્રેન્સ વોલ, કેનયોન વોલ જેવા વિવિધ સ્ક્લ્પચર જોવા મળશે.
ગત વર્ષે અમદાવાદના 11માં ફ્લાવર શૉને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રકચર માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. આ પહેલા વર્ષ 2014માં ચાઇનાના નામે 166 મીટરનો રેકોર્ડ હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 221 મીટર ફ્લાવર સ્ટ્ર્ક્ચર બનાવી ચાઇનાનો રેકોર્ડ તોડ્યો હતો. ગત વર્ષે 12 વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી હતી. જ્યારે 12 વર્ષથી ઉપરના લોકો માટે 50 રૂપિયા ફી રાખવામાં આવી હતી. ફ્લાવર શૉમાં રાત્રે પણ મુલાકાતીઓનો ધસારો રહેતો હતો.