અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં આવેલી પ્રખ્યાત બેંકમાં મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બેંક ગ્રાહકે જાહેરમાં બેંક મેનેજર સાથે બબાલ કરી મારામારી કરી હતી. યુનિયન બેંકમાં થયેલી બોલાચાલી અને મારામારીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વસ્ત્રાપુર વિસ્તારમાં પ્રેમચંદનગર શાખાના યુનિયન બેંકના બ્રાન્ચ મેનેજર સૌરભ સિંઘે આ મામલે ફરિયાદ નોંધાવી છે. બ્રાન્ચમાં આવેલા ગ્રાહકે મેનેજર સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર આરોપી ગ્રાહક જયમન રાવલ નામના વ્યક્તિએ બેન્ક મેનેજર સાથે મારામારી કરી હતી.
ગ્રાહકને Fd પર વધારેલા TDS ટેક્સને લઈને બેંક મેનેજર સાથે તકરાર થઈ હતી. અને તેનાથી ઉશ્કેરાઈ જઈને ગ્રાહકે બેન્ક મેનેજર સાથે મારામારી કરી હતી, આરોપીએ તેનું આઈડી કાર્ડ ખેંચી લીધું હતું અને શરત પણ ફાડી નાખ્યો હતો.બેંક મેનેજર એ પોલીસને ફોન કરતા પોલીસની ગાડી આવી હતી અને અંગે તેમણે જયમનભાઈ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.