અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરની પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આગામી તા. 13ને સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ શૈક્ષણિક સંસ્થાઓ ધમધમી ઉઠશે. વિદ્યાર્થીઓને આવકારવા માટે શાળા સંચાલકો સજ્જ બની ગયા છે.કોરોનાના કેસોમાં વધારા વચ્ચે વેક્સિનની કામગીરી પર ભાર મૂકવામાં આવશે
35 દિવસના ઉનાળુ વેકેશન બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી સોમવારથી શાળાઓ શરૂ થઈ રહી છે. બીજી તરફ કોરોનાના કેસોમાં પણ ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યુ છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા સૌ પ્રથમ વિદ્યાર્થીઓનો ફરીથી સર્વે કરીને બાળકોને શાળાઓમાં જ કોરોના રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.