અમદાવાદ : અમદાવાદમાં AMCએ જન્મ-મરણ E-KYC માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખવવા માટે એફિડેવિટ નહીં કરાવવું પડે. મળતી માહિતી મુજબ અનેક લોકો એફિડેવિટને લઇને પરેશાન થતા હોવાની ફરિયાદ મળી રહી હતી. ત્યારે કમિશનરના પત્ર હોવા છતાં એફિડેવિટ કરાતા નાગરિકોને હાલાકી થતી હતી.હવે એફિડેવિટ વગર જ સુધારા વધારા કરી શકાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન E-KYCને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવેથી અરજદારોને તેમના ડોક્યુમેન્ટમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ કરાવવાનું નહીં પડે. લોકોને એફિડેવિટને લઈને હાલાકી ભોગવવી પડતી હતી, જેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હવે એફિડેવિટ કર્યા વગર જ E-KYC થઈ શકશે. આ ઉપરાંત લોકોને લાઇનમાં ઉભા રહેવામાંથી મુક્તિ આપવા માટે વધારાના સ્ટાફની ફાળવણી કરવાનો નિર્ણય મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે.
વધુમાં મળતી માહિતી મુજબ જો જન્મ-મરણ વિભાગમાં જો હવે એફિડેવિટ માગવામાં આવશે તો નાગરિકો સીધી ફરીયાદ કરી શક્શે. ત્યારે એએમસીના આ નિર્ણયથી અમદાવાદના લોકોને લાઇનમાં ઉભા રહીને સમય વેડફવાની વારી આવશે નહી.