અમદાવાદ : શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અને કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ શરૂ કરવામાં આવશે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ફરી એકવાર હવે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે, જે પણ વ્યક્તિ માસ્ક નહીં પહેર્યું હોય સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન સોમવારથી કરવામાં આવશે. જેના માટે અલગ અલગ ટીમો દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ કરવામાં આવશે. લોકોને અપીલ છે કે, તેઓ માસ્ક પહેરે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે. હાલમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જરૂર પડે આગામી દિવસોમાં પણ અલગ-અલગ સ્થળોએ ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવશે.