અમદાવાદ : અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ટ્રાફિક પોલીસ કર્મચારીને રૂ.400 ની લાંચ લેવાના ગુનામાં રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક પોઈન્ટો પર ટ્રાફિક પોલીસ દ્વારા લાઈસન્સ, પીયુસી, હેલમેટ, રોગ સાઈડ, નો પાર્કીગ વિગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપવા બદલ રૂ. 500 થી 1500 સુધીની લાંચની માંગણી કરતા અનેક ફરિયાદ ACBને મળી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન બહાર ટ્રાફિક ચોકી પાસે ACB દ્વારા ડીકોય ગોઠવામાં આવી હતી. આ દરમિયાન ડીકોયનું વાહન નો પાર્કિંગમાં મૂકવામાં આવ્યું હતું. ઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રકાશ પટણીએ વાહન આપવા માટે 500 રૂપિયાની લાંચ માંગ આવી હતી. રકઝકના અંતે 400 રૂપિયા લાંચ લેતાં કોન્સ્ટેબલ ઝડપાયો હતો. ACBએ આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા લાઇસન્સ, નો પાર્કિંગ, પિયુસી, હેલ્મેટ, રોંગ સાઈડ સહિતના જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપીને 500 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધીની લાંચ લેવામાં આવતી હોવાની માહિતી મળી હતી. જેને લઇને ACB દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પાસે એક ડીકોયનું આયોજન કરવામાં આવ્યું હતું.