અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગના 10માં માળે આજે વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી. આ આગ એટલી ભયાવહ હતી કે તેને બુઝાવવા માટે ફાયરની 28 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જેના કારણે આને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનીના સમાચાર હજી મળ્યા નથી.
મળતી માહિતી અનુસાર આજે વહેલી સવારે થલતેજમાં ટાઇટેનિયમ બિલ્ડિંગના 9, 10 અને 11મા માળે ભિષણ આગ લાગી હતી. આ ઘટનાને લઈને 28 થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયરના જવાનોએ વિવિધ સાધનોની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કર્યા હતા. જેમાં ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમતે આગ બુઝાવી હતી.જોકે ફાયર વિભાગની કામગીરી અને ભારે જહેમતે આગને બુઝાવવામાં સફળતા મળી હતી.વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી, જેથી ઓફિસમાં કોઈ હાજર હતું નહીં, જેને લઈને મોટી જાનહાનિ ટળી છે.
કોમર્શિયલ બિલ્ડિંગના ત્રણ માળમાં સંપૂર્ણપણે આગ ફેલાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા વિવિધ સાધનોનો ઉપયોગ કરી અને ઓફિસોના દરવાજા તોડીને આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટિંગ કરવાની ફરજ પડી હતી. ત્રણ કલાક જેવી ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. 9, 10 અને 11મા માળે આવેલી તમામ ઓફિસો આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની માહિતી મળી રહી છે.
આ આગ એટલી વિકરાળ હતી કે, કિલોમીટર દૂરથી આ નજારો એકદમ ભયાવહ લાગી રહ્યો હતો. આ આગ રાતના સમયે લાગ હતી જેના કારણે જાનહાની ટળી હોવાનું માનવમાં આવી રહ્યું છે. જો સવારે આવી વિકરાળ આગ લાગી હોત તો પરિસ્થિતિ કાંઈ અલગ જ હોત.