32.3 C
Gujarat
Monday, July 7, 2025

આવતીકાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ, કલાકારો 7 દિવસના કાર્યક્રમ, ટ્રાફિકના નવા નિયમો, જાણો તમામ વિગતો

Share

અમદાવાદ : આવતીકાલથી અમદાવાદ શહેરના કાંકરિયા ખાતે 15માં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલનો કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે. 7 દિવસ સુધી કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ યોજાશે. કાંકરિયા કાર્નિવલમાં 25 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. આકસ્મિક ઘટના માટે 5 હજાર કરોડ રૂપિયાનો વીમો પણ લેવાયો છે. સાથે 7 દિવસ સુધી અહીંયા પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાતેય દિવસ દરમિયાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકરો, જેમ કે સાઈરામ દવે, ગીતાબેન રબારી, કિંજલ દવે, રાગ મહેતા, ઈશાની દવે, કૈરાવી બુચ, પ્રિયંકા બાસુ, અપેક્ષા પંડયા, દેવિકા રબારી દ્વારા ગીત સંગીત તેમજ લોક ડાયરાના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

ત્રણ અલગ અલગ સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈ વિવિધ શો પણ યોજાશે.

કાંકરિયા કાર્નિવલ 2024ના પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કુલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતા 1000 જેટલા બાળકો દ્વારા સામૂહિક રીતે એક સાથે કેન્ડી/ચોકલેટ ખોલીને અને તેને સંપૂર્ણ ખાઈને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેમજ થીમ બેઝ કાર્નિવલ પરેડ તેમજ વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારીત કાર્નિવલ હંગામા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, લેસર શૉ અને ડ્રોન શૉનું આયોજન કરવામાં આવેલ છે.

કાંકરીયા કાર્નિવલ 2024 દરમિયાન નગરજનોના મનોરંજન માટે સાતેય દિવસો દરમ્યાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકરો જેમ કે, સાંઈરામ દવે, ગીતાબેન રબારી, કિંજલ દવે, રાગ મહેતા, ઈશાની દવે, કૈરાવી બુચ, પ્રિયંકા બાસુ, અપેક્ષા પંડ્યા, દેવિકા રબારી દ્વારા ગીત સંગીત તેમજ લોક ડાયરાના કાર્યક્રમો રજુ કરવામાં આવશે.

કાર્નિવલ દરમિયાન મનન દેસાઈ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી, અમીત ખુવા, સુરજ બરાલીયા દ્વારા સ્ટેન્ડ અપ કોમેડી શો, અતુલ બ્રહ્મભટ્ટ દ્વારા ગઝલ કાર્યક્રમ, મેઘધનુષ, સરફીરે, એહસાસ બેન્ડ જેવા જાણીતા રોક બેન્ડ્સ દ્વારા રોક બેન્ડ પર્ફોર્મન્સ રજુ કરવામાં આવશે. તેમજ ડી. જે. કીયારા સાથે શહેરીજનો ડી. જે. નાઈટની મજા માણી શકશે.

લોક ડાયરો, બોલીવૂડ ફ્યુઝન, પોલીસ બેન્ડ, તલવાર રાસ, ટીપ્પણી ડાન્સ, જલતરંગ અને વાયોલીન તથા સંતુર વાદન, ફોક ડાન્સ, દેશભક્તિના ગીતો, નૃત્ય નાટીકા, સુફી ગઝલ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.

જુદા જુદા કલ્ચરલ ગ્રુપ દ્વારા માર્શલ આર્ટ અને સેલ્ફ ડિફેન્સ, સ્ટેન્ડ અપ કોમેડી કોમ્પીટીશન, ડ્રમ સર્કલ, બ્લેક કમાન્ડો પીરામીડ શૉ, સિંગિંગ અને ઈન્સ્ટ્રુમેન્ટલ કોમ્પિટિશન, માઈમ અને નુક્કડ નાટક, મલખમ શૉ, ભારતીય ક્લાસિકલ ડાન્સ, લાઈફ સાઈઝ પપેટ શૉ, પેટ ફેશન શૉ, સ્વચ્છ ભારત-શ્રેષ્ઠ ભારત સ્કીટ, કવિતા પઠન, ગીત સંગીત અને ડાન્સ કોમ્પીટીશન જેવા કાર્યક્રમો તેમજ બાળકોના મનોરંજન માટે મેજીક શૉ તેમજ અન્ડર વોટર ડાન્સ પર્ફોર્મન્સ, હ્યુમન પાયરો શૉ, સાયકલ સ્ટન્ટ જેવા વિવિધ રંગારંગ કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

નેલ આર્ટ, ટેટુ મેકિંગ, જગલર, મહેંદી આર્ટ, ગેમીંગ ઈવેન્ટ, લાઈવ કરાઓકે, મ્યુઝિકલ ફાઉન્ટેન, કિડ્ઝ ડાન્સ, લાફીંગ ક્લબ, ડ્રોઈંગ કોમ્પીટીશન, ફીટનેશ ડાન્સ, વેલનેશ ટોક, સ્ટ્રેસ મેનેજમેન્ટ, મોટીવેશનલ ટોક, સાલસા ડાન્સ, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટસ, માટીકલા, જ્વેલરી મેકીંગ, સોશ્યિલ મિડીયા, ફોટોગ્રાફી તથા ગાર્ડનીંગ જેવી પ્રવૃત્તિઓ અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.

નગરજનો દરરોજ સવારના સમયે પ્રાણાયામ, મેડિટેશન, યોગા, એરોબિક્સ, ઝુમ્બાનો લાભ લઈ શકશે.કાંકરિયા પરિસરમાં અમદાવાદની સ્વાદપ્રિય જનતા માટે ફુડ કોર્ટ અને ફ્લી માર્કેટ (હેન્ડી ક્રાફ્ટ બજાર) ઉભા કરવામાં આવશે.કાંકરિયા કાર્નિવલની મુલાકાતે આવનાર લોકોના આકર્ષણરુપે દરરોજ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, લેસર શૉ તેમજ વી. આર. શૉનું આયોજન કરવામાં આવેલ છે.

નગરજનો કાંકરિયા કાર્નિવલ 2024 દરમ્યાન કાંકરિયા પરિસરમાં આવેલ વિવિધ આકર્ષણો જેવા કે, કિડઝ સિટી, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝુ, બાલવાટિકા, બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, મ્યુઝિકલ ફાઉન્ટેઈન તથા વિવિધ એમ્યુઝમેન્ટ અને રીક્રિએશન એક્ટિવીટીઝ, ફીશ એક્વેરિયમની મજા માણી શકશે.

કાંકરિયા તળાવ ખાતે ‘કાંકરિયા કાર્નિવલ’ ઉત્સવનું આયોજન તા. 25/12/2024થી તા. 31/12/2024 સુધી દરમિયાન પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ 33 (1) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો 1989ના નિયમ-207 મળેલી સત્તા અનુસાર આ ઉત્સવ દરમિયાન મોટા પ્રમાણમાં અને મર્યાદિત સમયમાં વાહનો સાથે આવતા લોકો તથા આમજનતા વચ્ચે વાહનોની અવર-જવર સરળતાથી થાય અને સુચારુ ટ્રાફિક નિયમનની જાળવણીના હેતુસર નીચે જણાવેલ વિસ્તારને ‘નો પાર્કિંગ ઝોન’ તથા ‘નો સ્ટોપ’ તથા ‘નો યુ ટર્ન’ જાહેર કરવા હુકમ કરવામાં આવ્યો છે.

ડાયવર્ઝનના રસ્તાઓ ક્યાં ઉપયોગ કરવા?

કાંકરિયા ચોકી ત્રણ રસ્તા થઈ રેલવે યાર્ડ થઈ ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઈ પુષ્પકુંજ સર્કલ થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઈ ફુટબોલ ચાર રસ્તા થઈ લોહાણા મહાજનવાડી થઈ પરત કાંકરિયા ચોકી સુધીના સર્કલ ઉપર તેમજ સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટુ વ્હીલરથી ઉપરના કોઈ પણ પ્રકારનાં વાહનો સ્ટોપ થઈ શકશે નહીં. વળી, તમામ વાહનો નિર્ધારિત પાર્કિંગ જગ્યા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ પાર્ક થઈ શકશે નહીં.

સમગ્ર કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતાં કોઈ પણ જગ્યાથી યુ ટર્ન લઈ શકાશે નહીં. આ સમગ્ર વિસ્તારને ‘નો યુ ટર્ન’ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.

તેમજ પોલીસ કમિશનર અમદાવાદ શહેર નાઓના આમુખમાં નિર્દિષ્ટ કરેલ જાહેરનામાઓથી શહેરમાં અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તેવા તમામ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની નીચે જણાવેલ માર્ગો પર સવાર કલાક 08.00થી રાત્રિના કલાક 01.00 સુધી અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

દાણીલીમડા ચાર રસ્તા થઈ શાહ આલમ થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
ચાંદોલા પોલીસ ચોકી ત્રણ રસ્તાથી શાહ આલમ થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
મણિનગર રેલવે સ્ટેશનથી મણિનગર ચાર રસ્તાથી રામબાગ ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો રોડ.
કાગડાપીઠ ટીથી વાણિજ્ય ભવન થઈ કાંકરિયા તરફ આવતો રોડ.
રાયપુર દરવાજાથી બિગબજારથી પારસી અગિયારી ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
ગુરુજી બ્રિજથી આવકાર હોલ ચાર રસ્તાથી હીરાભાઈ ટાવરથી ભૈરવનાથ ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો રોડ.

અપવાદ: સદર કાર્યક્રમ સાથે સંકળાયેલાં વાહનો, ફરજમાં રોકાયેલાં સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહીં.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles