અમદાવાદ : શહેરમાં AMCના વાહનોનો કાળો કહેર સામે આવ્યો છે. AMCના બેફામ બનેલા વાહને માસૂમનો ભોગ લીધો છે. AMCની દબાણ ખાતાની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. દબાણ ખાતાની ગાડીએ 9 વર્ષની બાળકીને બાળકીને કચડતા તેનું મોત થયું હતું. આ ગંભીર અકસ્માતમાં બાળકીનું મોત નીપજતાં પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની કચરાની ગાડીએ સરસપુર વિસ્તારમાં 9 વર્ષની બાળકીને કચડતા મોત થયું છે. સરસપુર પરમાનંદની ચાલીમાં 9 વર્ષની બાળકીને AMCની કચરાની ગાડીએ કચડી નાખી હતી. અકસ્માત બાદ ચાલક ફરાર થઇ ગયો હતો. સરસપુરમાં આવેલી ઉર્દુ શાળા નંબર એકમાં ધોરણ-પાંચમાં અભ્યાસ કરતી 9 વર્ષની વિદ્યાર્થિની સાયકલ લઇને સ્કૂલમાં જતી હતી આ દરમિયાન તેનું નિધન થયું હતું. બાળકીને કચડીને દબાણ શાખાની ગાડી જતી રહી હોવાનો સ્થાનિકોનો આરોપ છે. વારંવાર થતા અકસ્માતને લઈ સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે.ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સરસપુર વિસ્તારમાં આજે વહેલી સવારે અકસ્માતમાં બાળકીનું મોત થયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમદાવાદ મહાનગરપાલિકાની દબાણ ખાતાની ગાડી અહીંથી પસાર થઈ રહી હતી અને તેણે સ્કૂલે જતી બાળકીને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાળકીનું મોત થતાં પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઇને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.