અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુરના હિમાલયા મોલમાં આગની ઘટના બની છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા હિમાલયા મોલમાં આગની ઘટના બની છે. ઘટનાને પગલે મોલમાં આવેલા લોકો વચ્ચે દોડધામ મચી ગઈ છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.છેલ્લે મળતી માહિતી પ્રમાણે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવેલ હિમાલયા મોલમાં આગની ઘટના બની. હિમાલયા મોલના બીજા માળે આગ લાગી છે. AC ના કોમ્પ્રેશરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. નજીકના ફાયરસ્ટેશનની ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે, તેમજ આગને કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ થઇ ગયો છે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે અને AC કમ્પ્રેસરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. કોઈને ઇજા કે જાનહાની થઈ નથી.હાલ જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
મળતી માહિતી પ્રમાણે ઘટના સ્થળે પહોંચેલી ફાયરની ટીમે મોલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.કોઈને પણ ઇજા કે જાનહાની વિગત સામે આવી નથી.