15.6 C
Gujarat
Wednesday, January 15, 2025

અમદાવાદમાં અમિત શાહે મેમનગરના આ એપાર્ટમેન્ટમાં પતંગોત્સવની કરી ઉજવણી, જુઓ PHOTOS

Share

અમદાવાદ : ગુજરાતભરમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે. અમિત શાહે મેમનગર ખાતે આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગોત્સવની ઉજવણી કરી છે. ત્યાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ પણ ઉમટી હતી. કેન્દ્રીય પ્રધાન અમિત શાહની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. પરિવારજનો અને કાર્યકર્તાઓ સાથે અમિત શાહની ઉજવણી કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મેમનગરનાં શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓ સાથે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમજ અમિત શાહ પ્રોટોકોલ તોડીને લોકોને મળવા પહોંચ્યા હતા.

કેન્દ્રીય પ્રધાન અમિત શાહ આજે સવારે મેમનગર ખાતે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ત્યારબાદ તેઓ રાણીપ અને સાબરમતીમાં અમિત શાહ પતંગોત્સવની ઉજવણી કરશે. તેમજ જગન્નાથ મંદિરમાં દર્શન-પૂજન કરશે. 3 દિવસ દરમિયાન કરશે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે. 3 દિવસીય પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તો અમિત શાહ પરિવાર સાથે પણ મકરસંક્રાંતિની ઉજવણી કરશે. મેમનગરમાં કાર્યકર્તાઓ સાથે મળીને પતંગ ચગાવ્યા હતા અને 15 જાન્યુઆરીએ ગોલથરા ગામની મુલાકાત લેશે. મહત્વનું છે કે, ગોલથરામાં સરકારી યોજનાના લાભાર્થી કેમ્પની મુલાકાત લેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles