અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જાન્યુઆરીએ ફરી અમદાવાદ આવશે. અમદાવાદમાં 23 જાન્યુઆરીએ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું ઉદ્ઘાટન થવાનું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં સંતો-મહંતો સહિતના મહાનુભાવો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. આ સાથે જ તેઓ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 651 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહના પ્રવાસ દરમિયાન, તેઓ રૂપિયા 651 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઝુંડાલમાં રૂ.100 કરોડનાં આઇકોનિક રોડનું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે. ઉપરાંત, થલતેજ વોર્ડમાં રૂ.13 કરોડમાં શિલજ તળાવનું લોકાર્પણ કરશે. આ સિવાય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન બોડકદેવ વોર્ડમાં રૂપિયા 3.35 કરોડનાં ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે.
પ્રવાસ દરમિયાન, હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવસ અને 12 દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ પણ અમિત શાહ પોતાના ગુજરાત પ્રવાસમાં કરવાના છે. આ સાથે ઘણા સમયથી રાહ જોવાતી એવા ચેનપુર અન્ડરપાસને પણ ખુલ્લો મૂકવામાં આવશે. આ સિવાય, રાણીપ શાકમાર્કેટ ખાતે સરદાર ચોક ખાતે અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરશે.
આ સિવાય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન બોડકદેવ રૂ. 3.35 કરોડનાં ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે. હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવસ અને 12 દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ઘણા સમયથી રાહ જોવાતી એવા ચેનપુર અન્ડરપાસને પણ ખુલ્લો મૂકવામાં આવશે. આ સિવાય, રાણીપ ખાતે અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરશે.