32.7 C
Gujarat
Friday, July 11, 2025

અમદાવાદ ડિવિઝનના આ રેલવે સ્ટેશનોને મળશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, જાણો કેવી હશે સુવિધા?

Share

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં રેલ કોચ રેસ્ટોરાં બનાવવા જઈ રહ્યું છે. પશ્ચિમ રેલવેમાં ખાસ કરીને અમદાવાદ ડિવિઝનના પ્રવાસીઓની સુવિધાઓને વધારવા માટે મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’ શરૂ કરવા જઈ રહ્યું છે. આ અનોખી સુવિધાઓમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે,” જે બિન ઉપયોગી ટ્રેન કોચને સ્ટાઇલિશ, વ્હીલ-માઉન્ટેડ રેસ્ટોરાં રૂપાંતરિત કરશે.”

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ડિવિઝનના અધિકારીના જણાવ્યાનુસાર આ પહેલનો ઉદ્દેશ પ્રવાસીઓને વૈભવી કોચમાં સ્વાદિષ્ટ ભોજનનો અનુભવ પૂરો પાડવાનો પ્રયાસ કરવામાં આવશે. રેલવેના નવીન અભિગમના ભાગરૂપે જૂના કોચમાં અત્યાધુનિક ડિઝાઇન, એટેચ કિચનવાળી રેસ્ટોરાં હશે. ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’માં ફૂડપ્રેમીઓને શ્રેષ્ઠ અનુભવ સુનિશ્ચિત કરાવનાર હશે. વધુમાં, સમગ્ર પર્યાવરણને અનુકૂળ વાતાવરણને વધારવા માટે બાળકો માટે એક ફન ઝોનનો પણ સમાવેશ કરવામાં આવશે.

‘રેલ કોચ રેસ્ટોરન્ટ’ ચોવીસ કલાક કાર્યરત રહેશે, જે પ્રવાસીઓ અને શહેરના આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ભોજન પૂરું પાડશે. આ ઉપરાંત, ટેક-અવે કાઉન્ટર્સ સુવિધા ઉમેરશે, જેનાથી મુસાફરો હરતા-ફરતાં ઝડપથી ઓર્ડર આપી શકશે.

વિશિષ્ટ સુવિધાઓ
આ અનોખા ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’ ઇન્ડોર અને આઉટડોર ડાઇનિંગ વિકલ્પો સાથે હાજર રહેશે.
આ ઉપરાંત:

વૈભવી અને એર-કન્ડિશન્ડ ભોજન અનુભૂતિ
આધુનિક ડિઝાઇન સાથે સંશોધિત કોચ
એટેચ કિચન અને મલ્ટી-ક્યુઝિન મેનૂ
મુસાફરો માટે આરામદાયક અને આનંદમય પર્યાવરણ
બાળકો માટે વિશિષ્ટ મનોરંજક ઝોન
અવિરત સેવા અને સરળતા

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles