અમદાવાદ : છેલ્લા કેટલાય સમયથી હાઉસીંગ રીડેવલોપમેન્ટ લઈને નવા વાડજ, નારણપુરા સહીત અનેક સ્થળોએ અનેકવિધ ચર્ચાઓ ચાલી રહી છે જે અંતર્ગત આજે નારણપુરામાં GSC BANK ના હોલમાં આશરે 75 હાઉસીંગ કોલોનીના હોદેદારો તેમ જ સક્રિય સભ્યોની હાજરીમાં એક માર્ગદર્શન સેમિનાર યોજાયો.
આજ રોજ યોજાયેલ માર્ગદર્શન સેમિનારમાં 75 હાઉસીંગ કોલોનીના હોદેદારો તેમ જ સક્રિય સભ્યો સહીત કુલ 400 લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં રીડેવલોપમેન્ટની પ્રક્રિયા તેમ જ તેમાં પડતી મુશ્કેલીઓની સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત સેમિનારમાં રીડેવલોપમેન્ટમાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે એક ફેડરેશનની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. આ ફેડરેશન સરકાર તેમ જ GHB સાથે ચર્ચા કરીને રહીશોના હિતમાં રજૂઆત કરીને સભ્યોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવશે એવું નક્કી કરવામાં આવ્યું હતું અને આ ફેડરેશનને સૌ સભ્યોએ બધી જ રીતે સહકાર આપવાનો રહેશે એવું સર્વે સભ્યોએ એકી અવાજે જાહેર કર્યું.
હાઉસિંગ એપાર્ટમેન્ટ રીડેવલોપમેન્ટ ફેડરેશન દ્વારા આ માર્ગદર્શન સેમિનારને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌ સોસાયટીઓના ચેરમેન, સેક્રેટરી તથા રહીશોનો આભાર માન્યો હતો.