25.9 C
Gujarat
Sunday, December 22, 2024

અમદાવાદ પોલીસ દ્વારા અનોખી ‘પહેલ : પ્રજા અને પોલીસ વચ્ચેનો સંબંધો વધુ સોહાર્દપૂર્ણ બનાવશે

Share

અમદાવાદ : પોલીસ પ્રજાની મિત્ર બની રહે અને સંબંધો વધુ સૌહાર્દ પૂર્ણ બને તે માટે ગુજરાત પોલીસ, ગાહેડ અને ક્રેડાઈના સંયુકત સહયોગથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં એરીયા એડોપ્શન સ્કીમ પણ લોન્ચ કરવામાં આવી હતી. આ સેમિનારમાં પોલીસ પ્રજાની મિત્ર બનીને પડખે ઉભી છે એવો વિશ્વાસ પેદા કરવા વિષય નિષ્ણાતો,પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ જોડાશે અને સામૂહિક ચિંતન કરશે. અમદાવાદ શહેર પોલીસના 150 થી વધુ અધિકારીઓ આ એક દિવસીય સેમિનારમાં જોડાયા છે.

પ્રજા પ્રત્યેનું પોલીસનું વર્તન, ખાતાની અંદર આંતરિક ફેરફાર તથા અધિકારી- કર્મચારીઓનું એકબીજા પ્રત્યેનું વર્તન આ બાબતોનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ આ યોજના હેઠળ ટ્રેનિંગની શરૂઆત થઇ ગઇ છે. આજથી જ પોલીસ વિભાગ દ્વારા ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. પીઆઇ તથા ઉપરી રેન્કના અધિકારીઓની આજથી ટ્રેનિંગ શરૂ કરવામાં આવી છે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે પહેલ યોજના હેઠળ વન ટાઇમ ટ્રેનિંગ સ્કીમ ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમજ આ યોજનામાં જે પણ સુધારા લાવવા જેવા હશે તે પણ કરીશું.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles