અમદાવાદ : અમદાવાદીઓ ખાવાની શોખીન એવા હવે ઓનલાઈન ફ્રૂડ ડિલીવરી એપ પર ઓર્ડર આપવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે ફ્રૂલ ડિલીવરી એપ સ્વીગી વિવાદમાં આવી છે. જેમાં અમદાવાદનાં એક ગ્રાહકે વેજિટેબલ ફ્રૂડ ઓર્ડર કર્યું હતું. જેની સામે નોનવેજ ફ્રૂડની ડિલીવરી થતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. સબ-વે માંથી ગ્રાહકે પોટેટો ચીલી ચીઝ ઓર્ડર કર્યું હતું. પાર્સલમાં ગ્રાહકને નોનવેજ આપવામાં આવ્યું હતું. સબ-વે નાં કર્મચારીએ ગ્રાહકની માફી માંગતો હોય તેવો ઓડિયો સામે આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બોડકદેવ સ્થિત સબવે પરથી ગ્રાહકે સ્વિગી એપનો ઉપયોગ કરીને પોટેટો ચિલી ચીઝ સેન્ડવિચનો ઓર્ડર આપ્યો હતો. જો કે, તેને બદલે માંસાહારી સેન્ડવીચ મળતાં તે ચોંકી ગયો હતો. સ્વિગીના ગ્રાહક સપોર્ટ સાથે આ મામલો ઉઠાવ્યા પછી, ગ્રાહકે રેસ્ટોરન્ટના એજન્ટ સાથે વાત કરી, જેણે રિફંડ અને વધારાનો ઓર્ડર આપવાનો પ્રયાસ કર્યો હતો.ગ્રાહક અને સબવે કર્મચારી વચ્ચેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે.
રિપોર્ટ મુજબ, ઓડિયોમાં, કર્મચારીએ ગ્રાહકની માફી માંગી અને ઓર્ડર માટે રિફંડ તેમજ નવા ઓર્ડરની ઓફર કરી. જો કે, ગ્રાહકે નવા ઓર્ડરને નકારી કાઢ્યો હતો. સબવે કર્મચારીએ આઉટલેટ દ્વારા કરવામાં આવેલી ભૂલને સ્વીકારીને વધુ વસ્તુઓ ઓફર કરવાનો પ્રયાસ કર્યો. ગ્રાહકે કહ્યું કે રિફંડ મહત્વનું નથી, પરંતુ શુદ્ધ શાકાહારી વ્યક્તિને નોન-વેજ ફૂડ પીરસવું ખોટું હતું. જેના પર સબવે કર્મચારીએ જવાબ આપ્યો કે તે પોતે શાકાહારી છે અને ભૂતકાળમાં પણ આવી જ સમસ્યાઓનો સામનો કરી ચુકી છે. તેણીએ ખાતરી પણ આપી હતી કે આવું ફરી ક્યારેય નહીં થાય, એમ કહીને કે તેણે ખોટો ઓર્ડર આપનાર કર્મચારીને ઘરે મોકલી દીધો હતો.
આ અગાઉ વડોદરાનાં ગણેશ ફેન્સી ઢોસાનાં સંભારની કીટલીમાંથી નીકળી ઈયળ નીકળી હતી. વાઘોડિયા-આજવા રોડ પર સ્થિત ગણેશ ફેન્સી ઢોસામાં ઘટના બની હતી. ગ્રાહકે ઈયળનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં સંભારની કીટલીમાં જીવતી ઈયળ જોવા મળી હતી.