અમદાવાદ : AMTS દ્વારા ગાંધીનગર અક્ષરધામ સુધીનો નવો રૂટ શરૂ કરવામાં આવી રહ્યો છે. આવતીકાલ મંગળવારથી આ નવો રૂટ શરૂ થશે. મણિનગરથી બસ ઉપડીને ગાંધીનગર અક્ષરધામ સુધી જશે. મણિનગર સ્વામીનારાયણ મંદિર, શાહીબાગ સ્વામિનારાયણ મંદિરને આ રૂટમાં આવરી લેવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, મણિનગર વિસ્તારમાં રહેતા નાગરિકો તેમજ સચિવાલય નોકરી કરતા નાગરિકો માટે નવો એક્સપ્રેસવે રૂટ શરૂ કરવનો નિર્ણય લીધો છે. જેમાં મણિનગર સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ સ્વામિનારાયણ મંદિરના હરીભકતોને અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર (ગાંધીનગર) જવા માટે સરળતા રહેશે. સચિવાલય તેમજ ગાંધીનગરમાં નોકરી-ધંધાર્થે જવા આવવા માટે કોઈ પણ પ્રકારના કન્સેશન પાસ, ફી પાસ તેમજ મનપસંદ ટિકિટ સિવાયના ફકત ટિકિટ લઇ મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રેગ્યુલર ભાડા દરથી મણિનગર ટર્મિનસથી અક્ષરધામ મંદિર (ગાંધીનગર) એકસપ્રેસ બસ સેવાનો લાભ મળશે.
અમદાવાદથી જે લોકો ગાંધીનગર અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર સુધી જવા માંગતા હોય તેવા લોકોને હવે ફાયદો થશે. AMTS દ્વારા શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે નવો રૂટ શરૂ કરવામાં આવી રહ્યો છે.મણિનગર સ્વામિનારાયણ મંદિરથી ગાંધીનગર અક્ષરધામ મંદિરના કરવા માંગતા ભક્તોને પણ સીધો ફાયદો થશે.
કયો રૂટ
પુષ્પકુંજ (શુકલદાદા ચોક)
એસ.ટી. સ્ટેન્ડ
લાલ દરવાજા
દિલ્હી દરવાજા
શાહીબાગ અંડરબ્રિજ
સુભાષબ્રીજ સર્કલ (આર.ટી.ઓ.)
વિસત સર્કલ
તપોવન સર્કલ (એસ.પી. રીંગ રોડ)
કોબા સર્કલ
પી.ડી.પી.યુ. ક્રોસ રોડ
રક્ષા શકિત સર્કલ
ચ-રોડ ઇન્દ્રોડા સર્કલ
ચ-3 સર્કલ (સેકટર-11), વિધાન સભા
ઉધોગભવન ક્રોસ રોડ
જુના સચિવાલય
ગાંધીનગર અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર