અમદાવાદ : દેશ અને દુનિયા સાથે અમદાવાદમાં પણ કોરોના મહામારીએ વધુ એક વખત માથું ઉંચક્યું છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસમાં ગઇ કાલ કરતા ધરખમ વધારા સાથે નોંધાયા છે. ગુજરાતમાં 22 જૂનની સાંજે કોરોના વાયરસના નવા કેસની સ્થિતિ વધારે વણસી ગઇ છે. રાજ્યમાં આજના કેસ 400ને પાર પહોંચી ગયા છે. કોરોના કેસનો એક્ટિવ આંકડો 1700ની પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 22 જૂનની સાંજે કોરોના વાયરસના નવા 407 કેસ નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 210 કેસ નોંધાયા છે.
કયા વિસ્તારમાં નવા કેસ
જોધપુર – 30
બોડકદેવ – 20
થલતેજ – 17
નવરંગપુરા – 15
પાલડી – 16
ગોતા -15
ચાંદલોડિયા – 15
સરખેજ – 18
ચાંદખેડા – 17
નારણપુરા- 20
શાહીબાગ- 12
સાબરમતી- 18
મણીનગર – 20