28.3 C
Gujarat
Monday, July 7, 2025

અમદાવાદ મનપાનું 15502 કરોડનું બજેટ જાહેર, ઈ-વ્હીકલ ઉપર વેરામાં 100% રાહત, જાણો બજેટમાં બીજું શું-શું છે?

Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મનપાનું 15502 કરોડનું બજેટ જાહેર થયું હતું. જેમાં અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષસને ડેવલપ કરવાની સાથે સાથે ઓલિમ્પિક 2036ને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને 10ના બદલે 12 ટકા રિબેટ આપવામાં આવશે.તો બીજી તરફ AMCએ ઈલેકટ્રીક વાહનનો ઉપયોગ કરનારાઓને રાહત આપી છે. ઈ-વ્હીકલનો ઉપયોગ કરનારને વેરામાં 100% રાહત આપી છે

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કોર્પોરેશનના નવા બજેટમાં એડવાન્સ ટેક્સ ચુકવનારને 12% રિબેટ મળશે તેમજ 3 વર્ષનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચુકવશે તો 15% રિબેટ મળશે જ્યારે અગાઉ એડવાન્સ ટેક્સ ચુકવવા ઉપર 10% રિબેટ મળતી હતી. તો બીજી તરફ AMCએ ઈલેકટ્રીક વાહનનો ઉપયોગ કરનારાઓને રાહત આપી છે. ઈ-વ્હીકલનો ઉપયોગ કરનારને વેરામાં 100% રાહત આપી છે.

કોર્પોરેશનના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે, કેન્સરના દર્દીઓ માટે પેલીએટીવ સેન્ટર બનશે તેમજ SP સ્ટેડિયમના નવીનીકરણ માટે 75 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સાથો સાથ વસ્ત્રાપુર, પ્રહલાદનગર, આશ્રમ રોડ ઉપર નવા ફૂટ ઓવરબ્રિજ બનશે. સુવિધાયુક્ત અને સ્વચ્છ શહેર માટે વિવિધ ઝોનમાં પ્લાસ્ટિક ક્રશર મુકવામાં આવશે

કોર્પોરેશનના બજેટમાં રમતગમત, સ્વચ્છતા, પર્યાવરણ, પ્લાસ્ટિક મુક્ત, ટ્રાફિક મુક્ત, આરોગ્ય, સ્લમમુક્ત, રીન્યુએબલ એનર્જી, પ્રદૂષણ મુક્ત, ડિજિટલાઈઝેશન, આત્મનિર્ભર ભારત, તળાવોનો વિકાસ અને શહેરના સાર્વત્રિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. 8828 કરોડ રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચવામાં આવશે. યુવાનોને પોતાની સ્કિલ દર્શાવી શકે તેના માટે સ્ટાર્ટ અપ ફેસ્ટિવલનું આયોજન કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.

કોર્પોરેશનના બજેટમાં ખારીકટ કેનાલ ફેઝ 2નું નવીનીકરણ કરાશે. તેમજ અંગદનની જાગૃતિ માટે 1 કરોડ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી .શાસક પક્ષે સુધારા સાથે 1501 કરોડનો વધારો કર્યો હતો. જેમાં કમિશનરનું ડ્રાફ્ટ બજેટ 14001 કરોડનું હતું, જેમાં 1501 કરોડના સુધારા કરવામાં આવ્યા હતા. ગ્રીન અમદાવાદ અને સ્મલ મુક્ત અમદાવાદ કરવાનું બજેટમાં આયોજન કરવામાં આવ્યું હતું. મનપા બિલ્ડિંગમાં આવેલી ટ્રસ્ટ હોસ્પિટલનાં મિલકત વેરામાં 70 ટકા રીબેટ આપવામાં આવશે.

ઘોડાસર, ઇસનપુર, લાંભા, વટવા અને દાણીલીમડા વોર્ડમાં ખારીકટ કેનાલની કામગીરી કરાશે. ટીપી રોડ પરનાં દબાણમાં આવતા મકાનની ફાળવણી માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. બાપુનગર ખાતે 10 કરોડના ખર્ચે નમો વન વિકસાવવામાં આવશે. તેમજ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરનાર ઝોનને 1 કરોડની રકમ વધુ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે વોર્ડમાં સફાઈ કામગીરી યોગ્ય કરશે તે વોર્ડને વધારા નાં 1 કરોડ ચૂકવવામાં આવશે. મનપા કોર્પોરેટરનાં બજેટમાં 40 લાખનો વધારો કરાયો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles