અમદાવાદ : ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે. અમેરિકાથી આજે બીજુ પ્લેન 119 ઈલીગલ ઈમિગ્રન્ટ્સને લઈને ભારતમાં લેન્ડ થવાનું છે. અમૃતસરમાં આ પ્લેન લગભગ 10 વાગ્યે રાત્રે આવી પહોંચશે. ડિપોર્ટ કરવામાં આવી રહેલા 119 લોકોમાં 8 ગુજરાતીઓ કોણ છે તેમની કુંડળી પણ ખુલી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે 119 ભારતીયોને લઇને એક વિમાન ભારત આવવા રવાના થયું છે. આજે અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા ભારતીયોની બીજી ફ્લાઇટ અમૃતસર પહોંચશે. આ ફ્લાઇટમાં 8 ગુજરાતીઓના નામ સામે આવ્યા છે. ગુજરાતીઓમાં સૌથી વધુ માણસા અને કલોલના હોવાનું જાણવા મળ્યું છે.
એક રિપોર્ટ મુજબ, આ 8 ગુજરાતીઓ અમેરિકાથી ડિપોર્ટ થશે
લુહાર ધવલભાઈ કિરીટકુમાર -કલોલ
લુહાર રુદ્ર ધવલભાઈ -કલોલ
મીહિત ઠાકોર – ગુજરાત
પટેલ ધિરાજકુમાર કનુભાઈ -અમદાવાદ
ચૌધરી કનિશ મહેશભાઈ -માણસા
ગોસ્વામી આરોહીબેન દીપકપૂરી -ગુજરાત
ગોસ્વામી દીપકપૂરી બળદેવપુરી -ગુજરાત
ગોસ્વામી પૂજાબેન દિપકપૂરી -ગુજરાત
અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોની બીજી ફ્લાઇટ 15 ફેબ્રુઆરીએ રાત્રે 10 વાગ્યે અમૃતસર પહોંચશે. આ ફ્લાઇટમાં 119 ભારતીયો હોવાનું જાણવા મળ્યું છે. 119 મુસાફરોમાં પંજાબના સૌથી વધુ 67 મુસાફર, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશના 3, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 2-2 પેસેન્જર તેમજ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના એક-એક મુસાફર હોવાનું જાણવા મળ્યું છે.
આમ આ લિસ્ટમાં 8 ગુજરાતીઓનો સમાવેશ થાય છે, અમેરિકાથી આ પહેલા ફેબ્રુઆરીની શરુઆતમાં જે યુએસ મિલિટરીનું કાર્ગો પ્લેન C-17 આવ્યું હતું તેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થયો હતો. નોંધનીય છે કે, શનિવાર પછી રવિવારે પણ એક ફ્લાઈટ આવી રહી છે, જેમાં 150થી વધુ લોકો છે અને તેમાં પણ ગુજરાતીઓનો સમાવેશ થાય છે.
એક રિપોર્ટ મુજબ 7,25,000 કરતા વધુ ભારતીયો અમેરિકામાંગેરકાયદે રહેતા હોવાનો આંકડો છે અને જે અમેરિકામાં ગેરકાયદે રહેતા સૌથી મોટા સમુદાયોમાંથી એક કહેવાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની પ્રગતિ માટે કેવા પગલાં ભરવામાં આવશે તે અંગેની પ્રચારમાં વાત કરી હતી.