અમદાવાદ : આગામી તા. 27 ફેબ્રુઆરીથી બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થતો હોઈ નવા વાડજમાં અખબારનગર સર્કલ પાયે આવેલ સિધ્ધિ વિનાયક મંદિર ખાતે ધો. 10 અને 12 ના વિદ્યાર્થીઓએ ભગવાન ગણેશ સમક્ષ પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે શાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ વ્યાસએ વિદ્યાર્થીઓ ઉપર ભગવાન ગણેશની કૃપા વર્ષે અને પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ પાઠવી શુભેચ્છા કાર્ડ અર્પણ કર્યા હતા. અને વિધાર્થીઓને પરીક્ષામાં લખવા માટે દાદાના આશીર્વાદ સ્વરૂપે ખાસ પૂજા કરાયેલ પેન અર્પણ કરી હતી.
સિધ્ધિ વિનાયક મંદિર દ્રારા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા કાર્ડનું વિતરણ આગામી 26 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે, જેના માટે વિધાર્થીઓએ બોર્ડની હોલ ટિકિટ લઇને આવવાનું રહેશે, એવું શાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ વ્યાસએ જણાવ્યું છે.