Wednesday, November 19, 2025

બિલ્ડરોના નામે લેભાગું ગેંગ સક્રિય, ખાનગી સોસાયટીમાં રિડેવલપમેન્ટ કરતાં રહીશો સાવધાન..!!

spot_img
Share

અમદાવાદ : આપણે આ અગાઉ હાઉસિંગ બોર્ડની સોસાયટીના રિડેવલપમેન્ટની પોલીસીને લઈને અનેક વાર અહેવાલ પ્રકાશિત કર્યા છે, ગત અંકમાં ખાનગી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ દરમ્યાન ચાલતા ગોરખધંધા વિશે વાત કરી, સાથે સાથે ખાનગી સોસાયટીમાં રિડેવલપમેન્ટ કઈ રીતે કરવું તેની સાદી સરળ સમજુતી આપી, જેને અમારા વાંચકો દ્વારા બહોળો પ્રતિસાદ મળતા અમો ફરી એક વાર ખાનગી સોસાયટીમાં રિડેવલપમેન્ટ દરમ્યાન ચાલતા ગોરખધંધા વિશે વાત કરીશું…

શહેરના પશ્ચિમના અનેક વિસ્તારોમાં ખાનગી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ અંતગર્ત વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે શહેરમાં અનેક લેભાગું ગેંગ રિડેવલપમેન્ટના નામે સક્રિય થઈ છે, જેઓ બિલ્ડરના નામે સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ જાેડે વાત કરતા હોય છે, ઘણી વાર રહીશોને અંધારામાં રાખીને સોસાયટીના ચેરમેન સેક્રેટરીને હાથો બનાવીને સમગ્ર વાટાઘાટો કરતા હોય છે.આ પ્રકારની ગેંગ સોસાયટીના રહીશોને હથેળીમાં ચાંદ બતાવી મસમોટી ઓફરો આપી લલચાવવાનો પ્રયાસ કરતા હોય છે.રહીશોમાં જાણકારીના અભાવે સોસાયટીના અગ્રણીઓ, એસોસિયેશનમાં હોદ્દેદારો બિલ્ડરોની સાંઠગાંઠને કારણે રહીશો સુધી પુરતી માહિતી પહોંચાડતા નથી, છેવટે બિલ્ડરો અને સોસાયટીના હોદ્દેદારોના વાંકે રહીશોને વેઠવાનું આવે છે, ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ જાેવા મળ્યા છે.

આવી ગેંગ દ્વારા અનેક સોસાયટીઓમાં મસમોટી ઓફરોમાં મુળ બાંધકામ કરતા અનેકગણું મોટુ બાંધકામ, ગીફટ મની, ફર્નીચરમાં અનેક સુવિધાઓ ઓફરો આપી રિડેવલપમેન્ટની કામગીરી કરતા હોય છે, પરંતુ સોસાયટીના રહીશોએ અહીં સાવધાન થવાની જરૂર છે.હાલમાં ચાલી રહેલ ટ્રેન્ડ મુજબ, બિલ્ડર કે ડેવલપર્સના દલાલો કોઈ પણ એજન્સીનું નામ લઈને સોસાયટીમાં હોદ્દેદારો અને રહીશો સાથે વાટાઘાટો કરતા હોય છે, ઘણી જગ્યાએ તો સોસાયટીના ચેરમેન સેક્રેટરી પણ નાના આર્થિક લાભ માટે આવા દલાલો સાથે સાંઠગાંઠ હોવાનું જાણવા મળ્યું છે.છેવટે બિલ્ડરો અને સોસાયટીના હોદ્દેદારોના વાંકે રહીશોને વેઠવાનું આવે છે, ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ જાેવા મળ્યા છે.

એક રિડેવલપમેન્ટ એકસપર્ટ મુજબ, અમુક લોકો એજન્સીના નામે સોસાયટીના લોકો વાટાઘાટો કરતા હોય છે, સૌ પ્રથમ હોદ્દેદારો સાથે સાંઠગાંઠ રાખીને રિડેવલપમેન્ટનું કાર્ય કરતા હોય છે, પાછળથી સોસાયટીનો રિડેવલપમેન્ટ પ્રોજેકટ બારોબાર બીજાને પધરાવી દેવાનો કારસો પણ હોઈ શકે છે, જાે કે આવા લોકો સોસાયટી જાેડે કરારમાં આ પ્રકારનું લખાણ પણ કરતા હોય છે કે કોઈ અનિવાર્ય સંજાેગોમાં પ્રોજેકટ બીજાને સોંપવાનો થાય તો કોઈએ વાંધો ઉઠાવવો નહિ, ઘણી વાર લાંબ સમય સુધી પ્રોજેક્ટ અટકી રહે અથવા તો આગળ ના વધે તો આવા લોકો સોસાયટી પાસેથી રિડેવલપમેન્ટનો ચાર્જ પણ વસુલતા હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે આવા સંજાેગોમાં ખાનગી સોસાયટીએ રિડેવલપમેન્ટ દરમ્યાન શું કરવું..?
રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમયસર ડિલિવરીનો ભૂતકાળનો સારો રેકૉર્ડ ધરાવતા શ્રેષ્ઠ, વિશ્વસનીય, વિશ્વાસપાત્ર ડેવલપર હોવો જાેઈએ, સોસાયટીએ તમામ બિલ્ડરર્સની ઑફર્સની સરખામણી કરવાની રહે છે. કેટલીક ઑફરો નાણાકીય રીતે આકર્ષક લાગી શકે છે અને સભ્યો પક્ષપાતી થઈ શકે છે,પરંતુ રિડેવલપમેન્ટના જાણકાર એવું સુચન કરે છે કે માત્ર નાણાકીય લાભોના આધારે ક્યારેય ર્નિણય ન લેવો. ડેવલપરની પસંદગી માટે ધ્યાન રાખવાના સૌથી મહત્ત્વના મુદ્દાઓ છે, જેમ કે બજારમાં તેની પ્રતિષ્ઠા, તેની નાણાકીય સ્થિતિ, સમયસર ડિલિવરીની તેની ભૂતકાળની કામગીરી, તેના પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્‌સની યાદી અને આજ સુધીમાં પૂરા કરાયેલા પ્રોજેક્ટ્‌સની ગુણવત્તા…

આ સિવાય સૌથી અગત્યનો વિષય એ છે કે આ અગાઉ બિલ્ડરર્સ દ્વારા કરાયેલ પ્રોજેક્ટ હાથમાં લેતી વખતે જે વચનો આપ્યાં હતાં એ બધાં પૂર્ણ કર્યાં છે કે નહીં. તેનો ખાસ ખ્યાલ રાખવો જાેઈએ. હાલમાં જે સોસાયટી રિડેવલપમેન્ટ ઈચ્છી રહી છે અને બિલ્ડર્સ કે ડેવલપર્સની પસંદગી કરી રહી એ સોસાયટીના હોદ્દેદારોએ બિલ્ડર્સ કે ડેવલપર્સની જુની સોસાયટીમાં મુલાકાત ફરજીયાત લેવી જાેઈએ. એટલે કે સાઇટ્‌સની મુલાકાત લઈને, ત્યાંના સભ્યો સાથે વાત કરીનેઅને આ ડેવલપર સાથેના તેમના અનુભવને નોંધીને ઉક્ત ચકાસણી કરવી જાેઈએ…

આ સિવાય નદીપારની એક સોસાયટીમાં તાજેતરમાં થયેલ રિડેવલપમેન્ટમાં એક શીખવા જેવું એ છે કે સોસાયટીના હોદ્દેદારોએ રહીશોની હાજરીમાં પસંદ કરાયેલ બિલ્ડર્સ કે ડેવલપર્સ સાથે સીધી વાટાઘાટો કરી, જેનું પરિણામ એ આવ્યું કે સોસાયટીના તમામ સભ્યોએ સર્વસંમતિથી સોસાયટીનું રિડેવલપમેન્ટનું કાર્ય સંપન્ન કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...