અમદાવાદ : અમદાવાદ શહેરમાં ખાણીપીણીના શોખીન માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં તંત્ર દ્વારા આગામી દિવસોમાં માણેક ચોકને બંધ રાખવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોટ વિસ્તારમાં આવેલ વર્ષો જૂની ડ્રેનેજ સિસ્ટમને રિહેબિલિટેશન કરવામાં આવશે. જેને લઈને માણેકચોકને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ AMC દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે. જોકે ટૂંક સમયમાં જ સર્વે પૂરો થયા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે અને તે સમયે માણેકચોક બંધ રહેશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આવેલા ખાણી-પીણી બજાર માકેણચોક 1 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.માણેકચોકમાં કામકાજ કરવાનું હોવાથી નિર્ણય કરવામાં આવ્યો છે.AMC ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવાથી માણેક ચોક રહશે બંધ રાખવાનો નિર્યણ લીધો છે.ખાણીપીણી બજાર જરૂરિયાત પ્રમાણે બંધ રાખવામાં આવશે.AMC ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવાથી માણેક ચોક રહશે બંધ.બજાર બંધ રહેવા અંગે ખાણી-પીણી અને સોની બજારના વેપારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે.
જૂની ડ્રેનેજ લાઇનને રિહેબિલિટેશન કામગીરી પગલે જરૂરિયાત અનુસાર માણેકચોક બંધ કરવાની ફરજ પડશે. જેને લઈને ખાણીપીણી બજારને પણ અસર પડવાની છે. મધ્ય ઝોનમાં AMC દ્વારા કુલ 55 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવશે. જેમાં હાલ તો સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે બાદ આખરી નિર્ણય લેવાશે જેમાં નક્કી કરવામાં આવશે કે માણેકચોક એક મહિના માટે બંધ રહેશે.
એવી માહિતી સામે આવી છે કે હોળીના તહેવાર બાદ માણેકચોકમાં કામગીરી શરૂ કરવામાં આવી શકે છે. જોકે આ નિર્ણયને લઈને ખાવાના રસિકો થોડોક સમય સુધી માણેકચોક નહીં જઈ શકે. સાથે જ જે લોકો ત્યાં ખાણીપીણીનો ધંધો કરે છે તે લોકોના ધંધાને પણ મોટા પ્રમાણમાં અસર પડી શકે છે. જોકે હાલ તો આ મામલે AMC દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.


