અમદાવાદ : શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ચેમ્બરમાં હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી તેઓ હવે 24 કલાક કેમેરાની નજર કેદમાં રહેશે. PI પોલીસ સ્ટેશનમાં હાજર છે કે નહીં, ચેમ્બરમાં બેઠા બેઠા કોની સાથે શું વાત કરી, PIને મળવા કોણ આવ્યું તે તમામ બાબતો ઉપર હવે બાજ નજર રહેશે.
ગુજરાત હાઈકોર્ટે દ્વારા અવાર નવાર ગૃહ વિભાગ અને ડીજીપીને ટકોર બાદ અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના PIની ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં પોલીસ સ્ટેશનના PSOની કેબિન, લોકઅપ, ફરિયાદ રૂમ, વેઈટિંગ રૂમ, પોલીસ સ્ટેશનની બહારનો વિસ્તાર કવર થાય તે રીતે સીસીટીવી કેમેરા લગાવાયા છે.તેનાથી પોલીસ સ્ટેશનના PI સીધા જ કેમેરાની નજર સામે હશે, અને સ્ટેશનની અંદર ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. આ અગાઉ ડીસ્ટાફની ઓફિસ અને PIની ચેમ્બરમાં CCTV નહોતા.
હવે જે તે પોલીસ સ્ટેશનમાં PIની ઓફિસમાં લાગેલા કેમેરાથી જોઈ શકાશે કે PI પોલીસ સ્ટેશનમાં હાજર છે કે નહીં, ચેમ્બરમાં બેઠા બેઠા કોની સાથે શું વાત કરી રહ્યા છે, PIને મળવા કોણ આવી રહ્યું છે, તે તમામ બાબતો ઉપર હવે બાજ નજર રહેશે. છેલ્લા એક અઠવાડિયાની અંદર તમામ પોલીસ સ્ટેશનના PIની ચેમ્બરોમાં સીસીટીવી કેમેરા દેવામાં પરબાજ નજર રાખી શકાશે.
શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ 1 મહિના સુધી ફરજિયાત રાખવું પડશે. તેવી જ રીતે PIની ચેમ્બરમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ પણ રાખવું પડશે. જેથી ચેમ્બરમાં બેઠા બેઠા PIએ કોની સાથે શું વાત કરી અને તેમને મળવા કોણ આવ્યું હતું તેનો તમામ રેકોર્ડ રહી શકે.
આપણે ઘણીવાર જોયું હશે કે મોટાભાગના પોલીસ સ્ટેશનના PI હાજર હોતા નથી, અથવા તો મોડા આવતા હોય છે, પરંતુ સીસીટીવી લાગી જવાથી કેટલાક PI હવે 10 વાગ્યે પોલીસ સ્ટેશન આવવાનું ચાલુ કરી દીધું છે. જ્યારે કેટલાકે તો બપોરે ઘરે જમવા જવાનું પણ બંધ કરી દીધું છે અને સતત કેબિનમાં જ હાજર રહે છે.


