અમદાવાદ : દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન દિગપાલ સિંહ ચુડાસમાના માર્ગદર્શનમાં 8 મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તા.8/3/25 ના રોજ ડી. પી. એસ. બોપલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલાની અધ્યક્ષતામાં વ્રજ ફોર્સ એમ્પારમેન્ટ ફાઉન્ડેશનના રૂઝવાન ખમ્ભાટિયાના સહયોગથી નમો શક્તિ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબિનારમાં પોતાના ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન આપનાર મહિલાઓનું પંચાયતના પ્રમુખ કંચનબા અને ચેરમેન દિગપાલસિંહ ચુડાસમાના હસ્તે સન્માન થયું હતું, જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી કૃપાબેન જહાં દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણીનું મહત્વ સમજાવી દીકરીઓને પ્રેરિત કરાઈ.
આ ઉપરાંત વ્રજ ફોર્સ એમ્પારમેન્ટ ફાઉન્ડેશનના રૂઝવાન ખમ્ભાઆટિયા દ્વારા દીકરીઓને સેલ્ફ ડિફેન્સનું મહત્વ સમજાવી સેલ્ફ ડિફેન્સની રસપ્રદ કવિક ટેક્નિક શીખવી પોતાના સ્વં રક્ષણ માટે સચેત કરવામાં આવી હતી. પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની ઉચ્ચ પ્રાથમિક વિભાગની 350 દીકરીઓએ પ્રત્યક્ષ રીતે અને લગભગ કુલ 25000 દીકરીઓએ વેબિનારના માધ્યમથી નમો શક્તિ વેબિનારમાં સેલ્ફ ડિફેન્સની કવિક અને અસરકારક ટેક્નિકની જાણકારી મેળવી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી હતી.