અમદાવાદ : શહેરના નાગરિકોને હવે ટ્રાફિકથી રાહત મળે તેવા સમાચાર છે. હવે અમદાવાદને એક બ્રિજ બનાવવામાં આવશે. જેથી ટ્રાફિક અને બીજી સમસ્યાઓનો અંત આવશે. જેથી શહેરની રોનકમાં વધારો થશે.સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ટુ હેઠળ નદીના પશ્ચિમ કાંઠે અચેર ડેપોથી પૂર્વ તરફ કેમ્પ સદર બજાર વચ્ચે છ લેનનો બરાક કમ બ્રિજ બનાવવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ રબર કમ બેરેજ બ્રિજ સાબરમતી નદી પર બનાવવામાં આવી રહ્યો છે. જે બ્રિજ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડી રહ્યો છે.આ બ્રિજ બનવાને કારણે પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા, સાબરમતી, મોટેરા તેમજ પૂર્વ વિસ્તારમાં એરપોર્ટ તેમજ હાસોલ વિસ્તારને સીધી કનેક્ટિવિટ મળશે. નવો છ લેનના બ્રિજની લંબાઈ 1048.08 મીટર હશે. મુખ્ય બ્રિજના ડેકના નીચેના ભાગે ત્રણ મીટર પહોળાઈની ટેન્શન સાથેની ફૂટપાટ બનાવવામાં આવશે. આ બ્રિજ બનાવવા માટે 249.92 કરોડ ખર્ચ કરવામાં આવશે.એપ્રિલ-2027 સુધીમાં આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં 10,000 ચોરસ મીટરથી વધુની ટોરેન્ટ પાવરની જગ્યાને કોર્પોરેશન દ્વારા લેવાની મંજૂરી આપવામાં આવી છે.બ્રિજ સુધીની કનેક્ટિવિટી માટે આ જગ્યા જરૂરી હતી. સાબરમતી રિવરફ્રન્ટને પણ આ રોડની કનેક્ટિવિટી આપવામાં આવી છે. જેથી ત્યાંથી સીધા લોકો સાબરમતી રિવરફ્રન્ટ પર પણ જઈ શકશે.
આ ફૂટપાટ રોડના લેવલથી નીચેના ભાગે હોવાથી ટ્રાફિકના અવરોધ વગર નદી તેમજ રિવરફ્રન્ટનો નજારો નિહાળી શકશે, બ્રિજ ઉપરાંત બેરેજ બનવાને કારણે પાણીનો સંગ્રહ થઈ શકશે. જેને કારણે પાણીની સમસ્યાઓના સમયે પાણીનો ઉપયોગ કરી શકાશે.