અમદાવાદ : જો તમે પણ હાઈરાઈઝ ઈમારતમાં રહો છો, તો તમારે પણ લિફ્ટ મામલે સાવચેતી રાખવાની જરૂર છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ઈમારતમાં લિફ્ટ બંધ થઈ જતા 10 મહિલાઓ ફસાઈ હતી.ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને દિવાલ તોડીને મહિલાઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. તમામ લોકો ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યૂ કરે તે સુધી 3 કલાક ફસાયેલા રહ્યાં હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ચાંદખેડામાં કે.બી.રોયલ સેરેનેટી નામની 13 માળની ઇમારતમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. બિલ્ડીંગની લિફ્ટમાં 10 મહિલાઓ ફસાઈ ગઈ હતી. આ ઘટનાથી મહિલાઓ ભયભીત થઈ ગઈ હતી.લિફ્ટ અચાનક બંધ થતાં મહિલાઓમાં ગભરાટ ફેલાયો હતો. તેથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી. લગભગ 1:30 વાગ્યે કોલ મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બીજા માળે લિફ્ટમાં ફસાયેલ 10 મહિલાઓને 3:30 વાગ્યે સહી સલામત દિવાલ તોડીને બહાર કઢાઈ હતી.
બિલ્ડિંગના રહેવાસીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. લિફ્ટમાં ફસાયેલી મહિલાઓને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. લિફ્ટને ખોલવાનો પ્રયાસ નિષ્ફળ જતાં ફાયર બ્રિગેડના જવાનોએ દીવાલ તોડીને મહિલાઓને બહાર કાઢવાનો નિર્ણય લીધો હતો.
ફાયર બ્રિગેડના જવાનોએ કુશળતાપૂર્વક દીવાલમાં મોટું બાકોરું પાડ્યું હતું. એક પછી એક એમ તમામ 10 મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તમામ મહિલાઓ સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ બિલ્ડિંગના રહેવાસીઓમાં લિફ્ટની સલામતી અંગે ચિંતા ફેલાઈ હતી. બિલ્ડિંગના મેનેજમેન્ટે લિફ્ટની નિયમિત જાળવણી અને સલામતીની ખાતરી આપવા માટે પગલાં લેવાની ખાતરી આપી હતી.
લિફ્ટમાંથી સહી સલામત રેસ્કયૂ કરાયેલા લોકોના નામ
(1) નિધીબેન (ઉંમર-36)
(2) અંજુબેન (ઉંમર-33)
(3) મિતાલીબેન (ઉંમર-35)
(4) નેહલબેન (ઉંમર-40)
(5) અર્પિતાબેન પંડ્યા (ઉંમર-33)
(6) અમીશા ઝા (ઉંમર-37)
(7) દીપલ મેહુલ જોશી (ઉંમર-37)
(8) દિવ્યાબેન સાકડેચા (ઉંમર-34)
(9) ખુશબુબેન (ઉંમર-32)
(10) સ્નેહા બેન (ઉંમર-38)