અમદાવાદ : રથયાત્રાની પોલીસ પરમિશન આપવામાં આવી છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ રથયાત્રાના માહોલ જામ્યો છે. જેથી ભક્તોમાં ઉત્સાહ છે. આ વર્ષે પરંપરા રૂટ પરથી જ રથયાત્રા નીકળશે તેવુ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છે. પરંતુ દર્શન માટે રથયાત્રાના દિવસે માસ્ક પહેરવું ફરજિયાત કરાયુ છે. સાથે જ રથયાત્રાનો 1.5 કરોડનો વીમો ઉતારવામા આવ્યો છે.
145 મી રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડવાજા રહેશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2000 જેટલા સાધુસંતો રથયાત્રામાં ભાગ લેવા આવશે.કોરોનાના કેસો વધ્યા હોવાથી લોકો માસ્ક પહેરી અને દર્શન કરવા આવે. મંદિરમાં પણ ત્રણ દિવસ ઉત્સવોમાં લોકો આવે ત્યારે માસ્ક પહેરીને આવે.
29 જૂનન શિડ્યુલ
સવારે 8.00 કલાકે ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બળદેવનો ગર્ભ ગૃહમાં પ્રવેશ તથા નેત્રોત્સવ પૂજા વિધિ થશે. વૈદિક મંત્રોચ્ચારથી ભગવાનના આંખે પાટા બાંધવામા આવશે.
સવારે 9.30 કલાકે ધ્વજારોહણ વિધિ, જેમાં સીઆર પાટીલની હાજરી રહેશે
સવારે 11.00 કલાકે સંતોનુ સન્માન થશે, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે.
રથયાત્રાના આગામી દિવસ 30 જૂનનુ શિડ્યુલ
સવારે 10.30 કલાકે સોનાવેષના દર્શન અને ગજરાજ પૂજન
બપોરે 3.00 કલાકે મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન વિધિ
સાંજે 4.00 કલાકે શહેર શાંતિ સમિતિની મુલાકાત
સાંજે 6.00 કલાકે મુખ્યમંત્રી દ્વારા પૂજા અને આરતી
રથયાત્રાના દિવસનુ શિડ્યુલ
સવારે 4.00 કલાકે મંગળા આરતી, જેમાં ગૃહરાજ્ય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિ
સવારે 4.30 કલાકે ખીચડીનો વિશેષ ભોગ ભગવાનને ધરાવાશે
સવારે 5.00 કલાકે ભગવાનને અતિપ્રિય આદિવાસી નૃત્ય, રાસ ગરબા અને ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ કરાશે
સવારે 5.45 કલાકે રથમાં ભગવાનનો પ્રવેશ
સવારે 7.00 કલાકે રથયાત્રાનો પ્રારંભ