Home અમદાવાદ અમદાવાદ સહિત આ શહેરોમાં નવા વિસ્તારોમાં BRTS બસ શરૂ નહીં થાય, જાણો વિગત

અમદાવાદ સહિત આ શહેરોમાં નવા વિસ્તારોમાં BRTS બસ શરૂ નહીં થાય, જાણો વિગત

0
અમદાવાદ સહિત આ શહેરોમાં નવા વિસ્તારોમાં BRTS બસ શરૂ નહીં થાય, જાણો વિગત

અમદાવાદ : BRTS માં મુસાફરી કરતાં લોકો માટે માઠા સમાચાર છે. BRTS માટે હવે નવા કોરિડોર નહીં બને. અમદાવાદ ઉપરાંત રાજકોટ અને સુરતના નવા વિસ્તોરમાં BRTS ની સુવિધાનો લાભ નહીં મળે. તંત્ર દ્વારા તેનું વિસ્તરણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત નવા કોરિડોર બનાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ BRTS ના નવા કોરિડોર બનાવવાના બંધ કરી દેવાયા છે. BRTS નું વિસ્તરણ બંધ કરી દેવાયુ છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં પણ BRTS ના નવા કોરિડોર બનાવવાની કામગીરી અટકાવી દેવાઈ છે. એક અધિકારીએ જણાવ્યું કે, BRTS ના નવા કોરિડોર બનાવવાની કામગીરી કોરોના કાળ પહેલા જ બંધ કરી દેવાઈ છે. તેના બાદ મિક્સ ટ્રાફિકમાં જ બસો દોડાવવામાં આવી રહી છે. છેલ્લે અમદાવાદમાં બોપલ વિસ્તારમાં BRTS કોરિડોર બન્યો હતો, તેના બાદ કોઈ નવો કોરિડોર બન્યો નથી. તે જ રીતે સુરત અને રાજકોટમા પણ નવા કોરિડોર બનાવાતા નથી. મિક્સ ટ્રાફિકમાંજ બીઆરટીએસ બસો દોડાવવામા આવી રહી છે.

અમદાવાદમાં BRTS શરૂ કરવામાં આવી ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં અલગથી કોરિડોર બનાવાયા હતા. બસો ઝડપથી અને સરળતાથી પસાર થાય તે માટે કોરિડોર બનાવવામાં આવ્યા હતા. તેમજ અલગથી સિગ્નલ પણ આપવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા એવું દર્શાવવામાં આવ્યું છે કે અગાઉ દરેક જગ્યાએ રૂટ ઉપર રોડ પહોળા ન હોવાથી ત્યાં કોરિડોર બનાવવામાં બસ પસાર થઈ શકે તેમ નહોતી એટલે કોરિડોર બનાવ્યા, પણ હવે ખૂબ પહોળા હોવાથી કોરિડોર બનાવવામાં આવતા નથી. જોકે કોરિડોર ન બનાવવા મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવતી નથી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં BRTS ના પ્રથમ તબક્કાનો પીરાણા અને આરટીઓને જોડતો માર્ગ 14 ઓક્ટોબર, 2009ના રોજ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુ્લ્લો મુક્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here