27.8 C
Gujarat
Wednesday, July 2, 2025

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો કરાયો શુભારંભ

Share

અમદાવાદ : અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ (રાજ્ય કક્ષા) દ્વારા આયોજિત ચોથી ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વડાપ્રધાને ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી’નો વિચાર આપ્યો છે. તેમણે કહ્યું કે, જ્ઞાન ઉપાસક બ્રહ્મ સમાજ આ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે. બ્રાહ્મણ સમાજ મશીન સંચાલિત કૃત્રિમ બુદ્ધિ – એઆઈથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ બે દાયકા પહેલાં ગુજરાતમાં શરૂ કરાવેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ આજે આઈડિયાઝ એક્સચેન્જ માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઈ છે. ‘વાઈબ્રન્ટ ગુજરાત’માંથી પ્રેરણા લઈને આજે દેશના વિવિધ રાજ્યો, ઉદ્યોગો અને વિવિધ સમાજો આવી સમિટ યોજી રહ્યા છે. એવી જ રીતે આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સમગ્ર સમાજના ઉદ્યોગ-વેપારને વિકસાવવાની તક પૂરી પાડશે, એવું તેમણે ઉમેર્યું હતું.

આ સમિટમાં લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ જાણકારી મળવાની છે. આ બિઝનેસ મહાકુંભમાં 200થી વધુ સ્ટોલ અને બ્રહ્મ સમાજના યુવાઓ માટે રોજગાર મેળાનું આયોજન થયું છે. સમાજના પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન મળી રહેશે. આવા આયોજન માટે મુખ્યમંત્રીએ સમિટના આયોજકો અભિનંદન પાઠવ્યા હતા.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મોદી 3.0માં ભારત ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર છે. વિશ્વનું સૌ પ્રથમ અર્થશાસ્ત્ર રચનારા ચાણક્યને યાદ કરીને તેમણે જણાવ્યું કે શિક્ષણ અને નોકરી ઉપરાંત બ્રહ્મસમાજ ઉદ્યોગ, વેપાર-વાણિજ્ય ક્ષેત્રોમાં પણ આગળ વધી રહ્યો છે. બ્રહ્મ સમાજના ઉદ્યોગકારો, વ્યાવસાયિકો દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપશે એવો વિશ્વાસ વ્યક્ત કરી મુખ્યમંત્રીએ સમિટની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે બ્રાહ્મણ સમાજને વ્યાપાર વણજના માર્ગે આગળ લઈ જવા માટેના આયોજનને બિરદાવ્યું હતું. દેશના મંદિરો, સંસ્કારો, સંસ્કૃતિની રક્ષા કરનારા સમાજે દેશના અર્થતંત્રને ગતિ આપવાનું મહાકાર્ય કરી રહ્યા છે ત્યારે સૌ જરૂર સફળ થશે તેવી શુભકામના તેમણે પાઠવી હતી. મુખ્યમંત્રીએ બિઝનેસ સમિટના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ બ્રહ્મ સમાજના વ્યાપારીઓ, મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપસ ને પ્રોત્સાહન આપ્યું હતું.

આ સમિટમાં પૂર્વ રાજ્યપાલ કલરાજ મિશ્ર, મધ્ય પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી રાજેન્દ્ર શુક્લા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉત્તરાખંડ રાજ્ય સરકારના મંત્રી સુબોધ ઉન્યાલ, સાંસદ શશાંકમણિ ત્રિપાઠી, મયંક નાયક, ગુજરાત નાણા પંચના અધ્યક્ષ યમલ વ્યાસ, ધારાસભ્ય અમૂલ ભટ્ટ, અમિત ઠાકર, નાટ્યકાર અને અભિનેતા મનોજ જોષી, તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ (રાજ્ય કક્ષા)ના આગેવાનો, બિઝનેસ અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles