અમદાવાદ : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાં દરોડો પાડી ATS અને DRIએ અંદાજે 95.5 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ જપ્ત કરાતાં ખળભળાટ મચ્યો છે. બંને એજન્સીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતાં આ મસમોટો મુદ્દામાલ મળ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મેઘશાહ શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો છે. ATS અને DRIએ આ મામલામાં વધુ તપાસ શરૂ કરી છે. સોનાની ગેરકાયદેસર હેરાફેરી અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકો વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પાલડીમાં શેરબજાર ઓપરેટરના આવિષ્કાર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં બપોરે અઢી વાગ્યે 25 જેટલા અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ ફ્લેટની માલિકી મહેન્દ્ર શાહ અને મેઘ શાહ નામની વ્યક્તિઓની હોવાનું ખૂલ્યું છે. તેઓ પિતા-પુત્રનો સંબંધ ધરાવે છે. બંને એજન્સીને ફ્લેટ પરથી અંદાજિત 95.5 કિલો સોનું અને 60 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ મળી આવી છે.આ તપાસમાં હજુ પણ વધારે મુદ્દામાલ ઝડપાય તેવી શક્યતા છે. દરોડાની કાર્યવાહી દરમિયાન ચલણી નોટો ગણવા બે મશીન અને સોનાનું વજન કરવા ઈલેક્ટ્રિક વજન કાંટા પણ મંગાવવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મેઘશાહ શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો છે. ATS અને DRIએ આ મામલામાં વધુ તપાસ શરૂ કરી છે. સોનાની ગેરકાયદેસર હેરાફેરી અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકો વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.હાલ ફ્લેટની નીચે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


