અમદાવાદ: અમદાવાદ શહેરમાં અસામાજીક તત્વોના આંતકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમદાવાદમાં ગુંડાઓના આતંક બાદ પોલીસ વિભાગમાં એક્શન આવી ગઈ છે, જેના કારણે શહેરમાં 28 PIની આંતરીક બદલી કરાઈ છે. રામોલના PIને કંટ્રોલરૂમમાં મુકાયા, જ્યારે 4 PIને પોસ્ટિંગ અપાયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેર પોલીસ કમિશનર દ્વારા 28 PIની આંતરીક બદલીઓ તાત્કાલિકના ધોરણે કરવામાં આવી છે. થોડાક દિવસ પહેલા વસ્ત્રાલ વિસ્તારને બાનમાં લેનાર 15થી વધુ અસમાજીક તત્વોની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગુનેગારોને તેમની ભાષામાં સમજાવનારા પોલીસ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવી આવી છે. આ ઘટનાના વીડિયો વાયરલ થતા અમદાવાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ઘટનાની રાત્રિએ જ ઇસમોની ધકપકડ કરીને ડંડાવાળી કરી હતી.
રામોલ PI એસ.બી.ચૌધરીની બદલી કરીને કંટ્રોલ રૂમમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 4 PIને પોસ્ટિંગ અપાયા છે. જેમાં બાપુનગર PIની પણ બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં અસામાજિક તત્વોના ત્રાસ બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.