અમદાવાદ : આજથી IPLનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ત્યારે IPLની કેટલીક મેચોનું અમદાવાદમાં પણ આયોજન કરાયું છે. IPL 2025ના 7 રોમાંચક મુકાબલાઓ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 માર્ચથી 18 મે, 2025 સુધી યોજાશે. આ મેચો દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે અને લોકોની સુરક્ષા જળવાય તે માટે અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા માર્ગ-ડાયવર્ઝન અને વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવી છે.
(1) તા.25/03/2025ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s પંજાબ કિંગ્સ, (2) તા.29/03/2025ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s મુંબઈ ઇન્ડીયન્સ, (3) તા.09/04/2025ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s રાજસ્થાન રોયલ, (4) તા.19/04/2025ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s દિલ્હી કેપીટલ્સ, (5) તા.૨/૫/૨૦૨૫ ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s સનરાઇઝર્સ હૈદરાબાદ, (6) તા.14/05/2025ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s લખનઉ સુપર જાયન્ટ્સ, (7) તા.18/05/2025ના રોજ ગુજરાત ટાઇટન્સ v/s ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો વચ્ચે ઇન્ડીયન પ્રીમીયર લીગ (IPL 2025) ની ક્રિકેટ મેચો ‘નરેન્દ્ર મોદી સ્ટેડીયમ’ મોટેરા, સાબરમતી, અમદાવાદ શહેર ખાતે રમાનાર છે. આ મેચ જોવા માટે આવનાર VVIP, મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો, ખેલાડીઓ અને સેલીબ્રીટીને જોવા માટે એકઠી થતી આમ જનતા વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે કેટલાક હુકમો કર્યો છે.
અમદાવાદ શહેરમાં ‘નરેન્દ્ર મોદી સ્ટેડીયમ’ મોટેરા, સાબરમતી ખાતે ઇન્ડીયન પ્રીમીયર લીગ (IPL 2025) ની ઉપર્યુક્ત વિગતો મુજબની ક્રિકેટ મેચો રમાનાર હોય જે મેચ દરમિયાન કેટલાક માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત /ડાયવર્ઝન કરવામાં આવે છે.
મેચ દરમિયાન પ્રતિબંધિત માર્ગની વિગત
જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
મેચ દરમિયાન વૈકલ્પિક માર્ગની વિગત
તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
અપવાદ: ક્રિકેટ મેચ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો, આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનાર તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને આ જાહેરનામું લાગું પડશે નહી.