અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ કે આર રાવલ સ્કૂલ, બલોલ નગર ખાતે વકીલ એકતા સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી એડવોકેટશ્રીઓ તથા મહિલા એડવોકેટશ્રી હાજર રહ્યા હતા. જેમાં વકીલ સમુદાયના વિવિધ પડતર પ્રશ્નો, એડવોકેટ સંગઠનને મજબૂત કરવા તેમના સૂચનો રજુ કરી વકીલની ગરિમાને જાળવવાની અને વકીલોની એકતા જળવાઈ રહે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત રવિવારે નવા વાડજ વિસ્તારમાં આવેલ કે આર રાવલ સ્કૂલ, બલોલ નગર ખાતે વકીલ એકતા સંગઠનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જુનાવાડજ, નવાવાડજ, રાણીપ, ન્યુ રાણીપ, નિર્ણયનગર, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, મોટેરા, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા,ચાંદખેડામાં વસવાટ કરતા જુનિયર/સિનિયર /મહિલા વકીલ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં વકીલ સમુદાયના વિવિધ પડતર પ્રશ્નો, એડવોકેટ સંગઠનને મજબૂત કરવા તેમના સૂચનો રજુ કરી વકીલની ગરિમાને જાળવવાની અને વકીલોની એકતા જળવાઈ રહે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકના અંતમાં અલ્પાહાર લઇ વકીલ પરિવાર મજબૂત બને તે કાર્યક્રમને સફળ બનાવવા બદલ તેમજ સાથ અને સહકાર આપવા બદલ સર્વે જુનિયર/સિનિયર એડવોકેટ /મહિલા એડવોકેટશ્રીએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.


