30.6 C
Gujarat
Friday, August 1, 2025

અમદાવાદમાં ટ્રાફિક વિભાગની બેદરકારી, હેલ્મેટ ના પહેરવા બદલ યુવકને ફટકારાયો 10 લાખનો દંડ, જાણો શું છે સમગ્ર ઘટના

Share

અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક વિભાગની બેદરકારીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, એક યુવકને હેલ્મેટ ન પહેરવા બદલ એક યુવકને 10 લાખ 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. યુવક દ્વારા આ મામલે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. હાજર સ્ટાફ દ્વારા યોગ્ય નિરાકરણ લાવી આપવાની ખાતરી આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના વસ્ત્રાલના એક યુવકને સરખેજ વિસ્તારમાં સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્રાફિક પોલીસે મેમોનો મેસેજ આપ્યો હતો. જ્યારે યુવકે મેમોનો મેસેજ જોયો તો તેના હોશ ઉડી ગયા, કારણ કે તેમાં દંડની રકમ 10 લાખ 500 રૂપિયા લખેલી હતી. આટલી મોટી રકમનો મેમો જોઈને યુવક અને તેના પરિવારજનોની ઊંઘ હરામ થઈ ગઈ.આટલી મોટી રકમનો મેમો જોઈને યુવક અને તેના પરિવારજનોની ઊંઘ હરામ થઈ ગઈ.

યુવકને આટલી મોટી રકમનો મેમો આવવા બદલ કોર્ટમાં જવું પડી શકે છે. જો કે, આટલી મોટી રકમ ભરવી યુવક કે કોઈ પણ મધ્યમ વર્ગના નાગરિક માટે અશક્ય છે, તેથી તેણે પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરી અને પોતાની પરિસ્થિતિ જણાવી હતી. યુવકે વિનંતી કરી કે આ મેમોમાં કોઈ ભૂલ હોવી જોઈએ અને તેની તપાસ થવી જોઈએ.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય અનિલ હડિયાને સરખેજ શાંતિપુરા સર્કલ ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ 10 લાખ 50 હજારનો મેમો આવતા પરિવાર ચોંકી ગયો હતો. વકીલાતનો અભ્યાસ કરતા અનિલ હડિયા ગત વર્ષે જુલાઇમાં પરિવારના પાન પાર્લર પર પાન મસાલા આપવા એક્ટિવા પર હેલ્મેટ વગર જતો હતો.આ દરમિયાન ફરજ પર હાજર ટ્રાફિક પોલીસના જવાને એક્ટિવા ચાલકને રોકીને હેલ્મેટ ના પહેરવા બદલ દંડ ફટકાર્યો હતો. 15 મિનિટના ગાળામાં જ યુવકના મોબાઇલ પર નિયમભંગનો મેસેજ આવ્યો હતો.

જોકે, ઓઢવ પોલીસ દ્વારા ગત મહિને પોલીસ ચોકીમાં બોલાવીને કોર્ટમાં જવાનું કહેતા યુવક જ્યારે મેટ્રો કોર્ટમાં જતા તેને કોર્ટની વેબસાઇટ ચેક કરતા તેમાં નિયમભંગના 10 લાખ 50 હજારનો મેમો જોઇ પરિવાર ચોંકી ગયો હતો.ગત જુલાઇ મહિનાથી કોર્ટ-કચેરીના અનેક વખત ધક્કા ખાધા બાદ યુવક તેના પિતા સાથે શાહીબાગ કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી. આ ઘટનાને લઇને ટ્રાફિકના ઉચ્ચ અધિકારીએ ટેકનિકલ સમસ્યા ગણાવી તેને હલ કરવાની બાંહેધરી આપી હતી.

સામાન્ય રીતે હેલ્મેટ ન પહેરવા બદલનો દંડ 500 થી 1000 હોય છે, પરંતુ આ કેસમાં 10 લાખથી વધુ રકમનો મેમો આવતા અનેક સવાલો ઉભા થયા છે. શું ટ્રાફિક પોલીસ દ્વારા મેમો બનાવવામાં કોઈ ભૂલ થઈ છે ? કે પછી આ કોઈ અન્ય પ્રકારનો કેસ હોય શકે છે ? હાલમાં આ અંગે પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles