અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતીકાલે 27 માર્ચના રોજ સાંજે પાણી કાપ રહેશે. 28 માર્ચે ઉપલબ્ધ પાણી ન જથ્થા મુજબ પાણીનો જથ્થો મળી રહેશે.સાબરમતી બ્રિજ નીચે ટ્રન્ક લાઇનની રીપેર કામગીરી માટે સાબરમતી, ચાંદખેડા, પાલડી, નારણપુરા, આશ્રમ રોડ, વાસણા, વાડજ વિસ્તારમાં પાણી આવશે નહીં.
એએમસી(AMC)ના ઇજનેર વોટર પ્રોજેકટ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે કોતરપુર વોટર વકર્સથી શહેરના પશ્ચિમ ઝોનને પાણી પૂરવઠો પુરો પાડતી 1600 મી.મી. વ્યાસની વેસ્ટર્ન ટ્રન્ક મેઈન્સમાં સાબરમતી ચીમનભાઈ બ્રીજ નીચે ટોરેન્ટ પાવર પાસે થયેલાં લીકેજ રીપેરિંગ તથા અખબાર નગર સર્કલ પાસે એરવાલ્વની પાઈપમાં થયેલ લિકેજ રીપેર કરવામાં આવશે.
આ રીપેરીંગ કામની કામગીરી હાથ ધરવા માટે વેસ્ટર્ન ટ્રન્ક મેઈનલાઈનમાં શટ ડાઉન લેવું જરૂરી છે. આ શટ ડાઉનને કારણે 27મી માર્ચના રોજ પશ્ચિમ ઝોનના રાણીપ વિસ્તાર સિવાયના તમામ વિસ્તારોમાં સાંજના પાણી પુરવઠાને અસર થશે અને તે બંધ રહેશે.28 માર્ચના રોજ રોજ સવાર તથા સાંજનો પાણી પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવા આપવામાં આવશે.
એએમસી (AMC) દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે 28મી માર્ચના રોજ સવાર અને સાંજનો પાણી પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે. જો કે પાણી પુરવઠામાં ઘટાડો અનુભવાઈ શકે છે, તેથી નાગરિકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. પાણીકાપને કારણે અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને આગોતરી તૈયારી રાખવા અને જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરી લેવા માટે સૂચના આપવામાં આવે છે.
એએમસી (AMC)ના અધિકારીએ જણાવ્યું કે સમારકામની કામગીરી અત્યંત જરૂરી છે, કારણ કે લિકેજને કારણે પાણીનો વ્યય થઈ રહ્યો હતો અને ભવિષ્યમાં મોટી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેમણે નાગરિકોને સહકાર આપવા અને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી છે.