અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જન્મ અને મરણના સર્ટિફિકેટ મેળવવા માટેના દરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ બાદ AMCએ આ નિર્ણય લીધો છે. આ નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે, જેના કારણે હવે નાગરિકોને આ સેવાઓ માટે વધુ ખર્ચ કરવો પડશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ આ નિર્ણય કર્યો છે. જુદા જુદા હેતુ અને સમય મર્યાદા મુજબ માટે વિવિધ ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018 બાદ વિવિધ ફીમાં વધારો કરાયો છે.
વિવિધ હેતુઓ અને સમય મર્યાદાઓ અનુસાર જુદા જુદા ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે. આ ફી વધારો વર્ષ 2018 પછી કરવામાં આવ્યો છે. અગાઉ, AMCએ જન્મ પ્રમાણપત્રમાં સુધારાને લઈને એક નિયમ બનાવ્યો હતો, જેના મુજબ હવેથી પ્રમાણપત્રમાં માત્ર એક જ વાર સુધારો કરી શકાશે. નામ, પિતાનું નામ અને અટક સહિતની નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવા માટે જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રારની કચેરીએ જતી વખતે અરજદારે ખાતરી કરવી પડશે કે આપેલી વિગતોની જોડણી સાચી છે.
AMCએ નામ બદલવાની વારંવારની વિનંતીઓથી પરેશાન થઈને આ નિર્ણય લીધો હતો. જ્યોતિષીય સલાહ મુજબ સુધારા કરવા અથવા ‘ભાઈ’ કે ‘કુમારી’ જેવા સન્માનિત શબ્દોને દૂર કરવા માટે હવે એકથી વધુ વખત ફેરફાર કરવામાં આવશે નહીં.
જન્મ અને મરણનાી 20 દિવસમાં નોંધણી કરાવો તો બે રૂપિયાના 20 રૂપિયા, 30 દિવસથી એક વર્ષ સુધી નોંધણી કરાવો તો પાંચ રૂપિયાના 50 થયા છે. જન્મ..મૃત્યુની એક વર્ષ પછી મેજિસ્ટ્રેટ દ્વારા કરાયેલ હુકમ બાદ નોંધણી કરવા માટે દસ રૂપિયાના સો રૂપિયા થયા છે. જન્મ મરણ નોંધણીના પ્રથમ વર્ષમાં નોંધ શોધવા માટે અગાઉ 2 રૂપિયા હતા હવે 20 રૂપિયા થયા છે.