અમદાવાદ : શહેરી વિસ્તારોમાં વધી રહેલા બેફામ અને અપરાધી ડ્રાઈવિંગના કારણે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. મંગળવાર સાંજે એક મહિલા એક્ટિવા લઇને સોલા બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે અજાણ્યા ટુ-વ્હીલરચાલકે મહિલાના એક્ટિવાને ટક્કર મારતા તે રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. આ મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા બાદ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.મહિલા મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા હતા. એસ.જી 1 પોલીસે ગુનો નોધી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગરમાં રહેતા શગુફ્તા ખોખર ગુજરાત એગ્રો પ્રોડક્ટ સર્ટિફિકેશન એજામાં મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા હતા.મંગળવારે સાંજે તેઓ ઓફિસથી નીકળીને એસ.જી. હાઈ-વે પરથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે સોલા બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે તેમના એકટીવાને ટક્કર મારી હતી.મહિલા ઇજાગ્રસ્ત થતા તેમણે સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.ટ્રાફિક પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
ચાર પૈડાની ગાડીનું સ્ટીયરિંગ હાથમાં આવી જતા કેટલાક નબીરાઓ બેફામ બની જાય છે. અને પૂરપાટ ઝડપે ડ્રાવિંગ કરવા લાગે છે. ક્ષણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી મજા, કોઈ અન્ય માટે સજા ન બની જાય. અમદાવાદ સહિત રાજ્યભરમાં બેફામ ડ્રાવિંગ કરનારા વાહન ચાલકોની કમી નથી. તેવામાં એક્સીલેટર દબાવીને શખ્સો ગાડીની સ્પીડ તો વધારી દે છે. પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે. જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે. તો કેટલાક પોતાનો જીવ પણ ગુમાવે છે. અમદાવાદમાં ફરી એકવાર આવી જ ઘટના બની છે.