અમદાવાદ : અમદાવાદના રિવરફ્રન્ટના સૌંદર્યમાં હવે વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. જો બધું આયોજન પ્રમાણે ચાલે, તો અમદાવાદીઓ એક એવું ગાર્ડન માણી શકશે, જે અત્યાર સુધી સિંગાપોર જેવા શહેરોમાં જ જોવા મળતું હતું. આ ગાર્ડન વિશાળ કાચના ડોમ નીચે બનેલ હશે અને તેની ડિઝાઇન અને ટેક્નોલોજી એટલી અદ્વિતીય હશે કે તે સમગ્ર દેશમાં પ્રથમ પ્રકારનું હશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા કરાયેલ આયોજન મુજબ ગાર્ડનની વિશેષતાઓની વાત કરીએ તો સમગ્ર ગાર્ડન કાચના વિશાળ ડોમમાં બનાવવામાં આવશે. જેમાં ગ્રીન એનર્જી , સસ્ટેનેબલ એનર્જી એફિશિયન્સી , તમામ પ્રકારના વાતાવરણમાં ગાર્ડનની મજા માણી શકાય એવી સુવિધા હશે. ગાર્ડનની વિશેષતાઓની વાત કરીએ તો સમગ્ર ગાર્ડન કાચના વિશાળ ડોમમાં બનાવવામાં આવશે. જેમાં ગ્રીન એનર્જી , સસ્ટેનેબલ એનર્જી એફિશિયન્સી, તમામ પ્રકારના વાતાવરણમાં ગાર્ડનની મજા માણી શકાય એવી સુવિધા હશે.
સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર ડોમમાં બનાવવામાં આવનાર એલિવેટેડ રેમ્પ હશે, કે જેના પરથી મુલાકાતીઓ અને પ્રવાસીઓએ પસાર થવાનું રહેશે. રેમ્પની નીચે અને આસપાસમાં વિવિધ વૃક્ષો થકી ગાઢ જંગલનું વાતાવરણ ઉભું કરવામાં આવશે. એન્જિનિયરીંગ દ્રષ્ટિએ પણ આ ગ્લાસ ડોમ ધરાવતું ગાર્ડન અનોખું હશે. કારણ કે કોલમ વિના આખું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવશે. જેમાં વરસાદી પાણીની મદદથી જ વૃક્ષોને પાણી આપવાની અને સમગ્ર ડોમને વાતાનુકુલિત રાખવાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
આ યોજના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવી રહી છે. NIDના પાછળના વિસ્તારમાં, પશ્ચિમ કિનારે, અંદાજે 7000 ચોરસ મીટરના વિસ્તારમાં આ વિશાળ ડોમ ગાર્ડન બનાવવાનું આયોજન છે, જે માટે રૂ. 22 કરોડનો અંદાજીત ખર્ચ છે.
હાલમાં AMC દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે આ આખું આયોજન ગતિશીલ તબક્કામાં છે અને એકવાર તેનું નિર્માણ પૂર્ણ થાય, તો રિવરફ્રન્ટના દરિયાકાંઠે વધારાનું એક નયનરમ્ય પીંછું ઉમેરાશે.