અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં શ્રીનાથ એપાર્ટમેન્ટ દ્વારા સિધ્ધનાથ મહાદેવના 18મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી 3 દિવસ સુધી ચાલશે. આ પાવન પ્રસંગે સર્વે ભક્તોને હાજર રહીને દર્શન કરવા શ્રીનાથ એપાર્ટમેન્ટ એસોસિશન તરફથી અનુરોધ કરાયો છે.
સિધ્ધનાથ મહાદેવ 18 મો પાટોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમની વિગત….
કાર્યક્રમનો પ્રારંભ
23 એપ્રિલ બુધવારના રોજ રાત્રે 9-00 કલાકે ધજાપૂજન અને આનંદનો ગરબો અને શોભાયાત્રાથી થશે.
24 એપ્રિલ ગુરુવારના રોજ રાત્રે 8-00 થી 12-00 કલાકે ભગવાન શિવજીના ઉપાસક ઋષિ એવા શિવમહાપુરાણના પ્રખર વક્તા શ્રી.ડો.લંકેશ બાપુ દ્વારા શિવ મહિમાની કથા અને મહાઆરતીનું આયોજન કરાયું છે.
25 એપ્રિલ શુક્રવારના રોજ સવારે ધજારોહણ, શોભાયાત્રા, મહાઆરતી-અન્નકૂટ અને સાંજે મહાપ્રસાદ
નવા વાડજમાં શ્રીનાથ એપાર્ટમેન્ટ એસોસિશન તરફથી સિધ્ધનાથ મહાદેવના 18મા પાટોત્સવની ભવ્ય ઉજવણી પ્રસંગે સર્વે ભાવિક ભક્તોને હાજર રહીને દર્શન કરવા અનુરોધ કરાયો છે.