અમદાવાદ ખાતે આવેલી રાજસ્થાન સ્કૂલ ફરી એક વાર વિવાદમાં આવી છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે વિવાદનું કારણ ધોરણ 9 માં વિદ્યાર્થીઓના એડમિશનને લઈને છે. સ્કૂલ દ્વારા પરિણામની સાથે સાથે વાલીઓને LC આપી દેવામાં આવ્યું છે. 8માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ ના આપતા વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના 250 જેટલા વાલીઓ આજે સ્કૂલમાં પરિણામ લેવા માટે ગયા હતા.સ્કૂલ દ્વારા પરિણામની સાથે સાથે વાલીઓને LC આપી દેવામાં આવ્યું છે. વાલીઓએ જ્યારે ધોરણ 9 માં પ્રવેશ માટેની વાત કરી ત્યારે સ્કૂલે ધોરણ 9માં પ્રવેશ આપવાની ના પાડી હતી.આ અંગે વાલીઓએ સ્કૂલમાં હોબાળો કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.
સ્કૂલ દ્વારા શિક્ષક ન હોવાનું આપવામાં આવ્યુ છે, આ મામલે DEO કચેરીને સ્કૂલ બંધ કરવા અરજી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે પરંતુ DEO કચેરી દ્વારા આ અરજી સ્વીકારી ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેને લઈને 8માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ ના આપતા વાલીઓએ સ્કૂલમાં હોબાળો કર્યો હતો.વાલીઓએ સ્કૂલમાં હોબાળો કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.
ગત વર્ષે પણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપતા સ્કૂલ વિવાદમાં આવી હતી, અચાનક વાલીઓને બોલાવી વિદ્યાર્થીઓના LC આપ્યાની ઘટના બની હતી. જેમાં LC આપવાનું કારણ શાળામાં શિક્ષક ન હોવાનું આપવામાં આવ્યુ હતુ. જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.જો કે રાજસ્થાન સ્કૂલ મામલે DEOનો મહત્ત્વનો આદેશ આપ્યો હતો. જેમાં ધોરણ-9 હિન્દી મીડિયમના વર્ગો બંધ નહીં કરવા આદેશ કરાયો હતો.