Friday, December 12, 2025

IPL ને લઇને મોટા સમાચાર, ભારત-પાકિસ્તાન તણાવને લઇને IPLની ટુર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય

spot_img
Share

મુંબઈ : ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ BCCI એ એક મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ મુજબ IPLને સ્થિગત કરવામાં આવી છે. BCCI ટુંક સમયમાં આની જાહેરાત કરી શકે છે. બુધવારના રોજ પાકિસ્તાને ભારતના અનેક શહેરોમાં ડ્રોન અટેક કર્યો હતો. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા મિસાઈલ અને ડ્રોનથી અટેક કર્યો હતો પરંતુ આ હુમલાની અસર IPL પર જોવા મળી હતી. IPL ની 58મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટ્લસ વચ્ચે ધર્મશાળામાં રમાઈ રહી હતી. તેને પણ અધવચ્ચે બંધ કરવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની વર્તમાન સીઝન અધવચ્ચે જ મુલતવી રાખવામાં આવી છે. 9 મેના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની બેઠક બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો. BCCI ટુંક સમયમાં આની જાહેરાત કરી શકે છે. આજથી કોઈ મેચ નહીં હોય. હવે BCCI ની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે. BCCI ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે.

IPLનો આ તબક્કો અહીં જ રોકાઈ ગયો છે. હવે વિશ્વની સૌથી રોમાંચક T20 લીગની બાકીની મેચો પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ યોજાશે. તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીજો વિકલ્પ એ હોઈ શકે છે કે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજવામાં આવે અને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ વચ્ચે ધર્મશાલામાં 8મી મેએ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ રદ કરી દેવાઈ હતી. જે બાદ ઘણા અહેવાલોમાં દાવો કરાઇ રહ્યો છે કે IPLની તમામ મેચ રદ કરી દેવાય તેવી શક્યતા છે. એવામાં 9મી મેએ સવારે IPLના ચેરમેન અરુણ ધૂમલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે, ‘સરકાર તરફથી હજુ સુધી કોઈ નિર્દેશ મળ્યા નથી. તમામ સ્ટેકહોલ્ડર્સના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે. પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.’

2024ની IPL બે ભાગમાં રમાઈ હતી કારણ કે તે જ સમયે લોકસભાની ચૂંટણીઓ પણ યોજાઈ રહી હતી. પહેલો ભાગ 22 માર્ચથી 7 એપ્રિલ સુધી ચાલ્યો હતો, જેમાં 21 મેચ રમાઈ હતી. આ પછી, જ્યારે ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવી, ત્યારે બાકીની મેચો અને પ્લેઓફ શેડ્યૂલ કરવામાં આવ્યા અને રમાયા. આ કારણે ટુર્નામેન્ટ સરળતાથી યોજાઈ શકી અને કોઈ સમસ્યા ન હતી.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...