અમદાવાદ: ખાવા-પીવાની વસ્તુઓમાંથી જીવજંતુ નીકળવાની ઘટનાઓ સતત બની રહી છે, ત્યારે શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં આઈસ્ક્રીમમાંથી ગરોળી નીકળી હોવાની વાત સામે આવી છે. ઘટનાને પગલે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને AMC દ્વારા આઈક્રીમ પાર્લરને સીલ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના મણીનગર રેલવે ક્રોસિંગ પાસે આવેલા આઇસ્ક્રીમના એક આઉટલેટમાંથી આઇસ્ક્રીમનો કોન ખરીદ્યો હતો.. મહિલાનું કહેવું છે કે આઇસ્ક્રીમ ખાતા-ખાતા અચાનક તેને મોંમાં કઇંક અજુગતુ લાગ્યું.અને તેણે તરજ બહાર કાઢી હાથી લીધું, અને હાથમાં લીધું તો તેણે જોયું કે તે ગરોળીની પૂંછડી હતી. આ પછી મહિલાને તરત ઉલટીઓ થવા લાગી હતી અને તેને હોસ્પિટલ ભેગા થવું પડ્યું હતું.
આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ પાલિકાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું. જે આઉટલેટમાંથી કોન ખરીદ્યો હતો તેને સીલ કરવામાં આવ્યું છે. આ સાથે જે કંપનીના આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી તેનું નામ હેવમોર છે. એએમસીએ નરોડા સ્થિત કંપનીની ફેક્ટરીમાં તપાસ શરૂ કરી છે.